News Portal...

Breaking News :

ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેકટરને પુષ્પ ગુચ્છા આપી અભિવાદન

2025-07-08 15:05:45
ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેકટરને પુષ્પ ગુચ્છા આપી અભિવાદન


વડોદરા : ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેકટરને પુષ્પ ગુચ્છા આપી અભિવાદન કરવામાં આવ્યું હતું, વડોદરા જિલ્લા કલેક્ટર વ્યસ્ત હોવાથી ડેપ્યુટી કલેકટરને પુષ્પ ગુચ્છા આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.




વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેકટર એ કામગીરીને લઈને શુભેચ્છા મુલાકાત કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જોકે વડોદરા જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા પોતાના કામમાં વ્યસ્ત હોવાથી ડેપ્યુટી કલેકટર ભરત પટેલને પુષ્પ ગુચ્છા આપી વડોદરા જિલ્લા કલેકટર નું બહુમાન કરવામાં આવ્યું હતું ટીમ વડોદરા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ગત વર્ષે વડોદરામાં વિનાશક પુર આવ્યું હતું ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરવા નો આદેશ આપવામાં આવ્યો હતો 100 દિવસના અંદર આ કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવ્યું હતું. 


ત્યારબાદ આ પ્રોજેક્ટમાં આરટીઆઇના માધ્યમથી તેમજ અન્ય વિગતો એકત્રિત કરી આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયા હોય તેનું આવેદનપત્ર વડોદરા જિલ્લા કલેકટરને ટીમ વડોદરા દ્વારા આપવામાં આવ્યું હતું અને વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી ત્યારે વડોદરા જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા દ્વારા આ ફાઇલ સ્ટેટ વિજિલન્સ ને મોકલી દેવામાં આવી હતી જેથી ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેકટર ની વડોદરાની ચિંતા સાથેની આ સરહનીય કામગીરી બદલ આજરોજ વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી તેઓનું પ્રોત્સાહન તેમજ અભિવાદન કરવામાં આવ્યું હતું. ટીમ વડોદરાના લોકો વડોદરા જિલ્લા કલેકટર ની પડખે ઉભા રહેશે ઘણા સમય પછી વડોદરાને નવા પ્રમાણિક કલેકટર મળ્યા છે તેવી વાત ટીમ વડોદરાના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post