સાવલી નગરપાલિકા પ્રાથમિક સુવિધા પુરી પાડવા મા તદ્દન નિષ્ફળ પીવાનુ પાણી અનિયમિત અને પુરતા પ્રમાણમા નગરજનોને મળતું નથી.

સાવલી નગરની મધ્યમાથી પસાર થતો રંગાયકાંસનુ પ્રીમોનસુન સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી નથી નાળા કચરાથી બ્લોક છે. જેને લયને નજીવા વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા હતાં અને એ તકલીફ રંગાયકાંસ કિનારે વસવાટ કરતાં નગરજો થાય છે.ચોમાસા દરમિયાન સ્ટ્રીટ લાઈટ બંધ થઈ જાયછે નજીવા વરસાદમાં પણ વારંવાર રજુઆત બાદ પણ ફરિયાદ નો નિકાલ થતો નથી. સાવલી નગરમાં સ્વચ્છતા અભિયાન નિષ્ફળ ગઈ કારણ જયાને ત્યા કચરાના ઢગલાઓ અને જયાને ત્યા ભુગર્ભ ગટરો ઉભરાય છે જને લય ને આખુ સાવલી ગંદકી થી ખદબદે છે રોગચાળા ફેલાવાની દહેશત છે. સફાઈ ના સાધનો જેવા કે જેસીબી,ડસ્ટ ખેંચવા નુ મશીન ગટર લાઈન સાફ કરવાના સાધનો બંધ હાલતમા છે.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સાવલી નગર સેવાસદનમા પ્રધાનમત્રી આવાસ નો લાભ મળેલ નથી વારંવાર લાભાર્થી ની રજુઆત બાદ પણ કોઈ યોગ્ય જવાબ મડતો નથી સાવલી નગર સેવાસદન મા છેલ્લા ધણા સમય થી બી પી એલ યાદી તૈયાર નથી જુની યાદી ગ્રામ પંચાયત ના વખત ની યાદી માન્ય રાખવમા આવતી નથી જેને લય ને ગરીબ વર્ગ ને લાભ મળતો નથી.સાવલી નગર સેવાસદન ના જાહેર માર્ગ ઉપર ના દબાણ દિવસ ને દિવસે વધતા જાય છે જેને લય ને અકસ્માતો અને ટ્રાફિક જામ થાય છે જને લય ને ઝઘડા ના બનાવો બને છે. સાવલી નગરપાલિકા વિસ્તારમાં મધ્યમા ભાથીજી મદીર થી પરબડી સુધી રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડીપા છે જે સત્વરે નવીન રોડ બનાવો ની જરૂરિયાત છે. સાવલી નગરમા ગાયકવાડ સરકાર વખતનુ તળાવ આવેલ છે જે એક વખત સાવલી ની રમણીય કમળીયા તળાવ ની આગવી ઓળખહતી તે આજે દબાણ અને ગંદકી થી ખદબદે છે. આ તળાવનુ બ્યુટીફીકેશન નુ માજી સાંસદ ને ધારાસભ્ય દ્વારા ત્રણ વખત ખાત મુહૂર્ત થયુ પણ ત્યાર બાદ કોઈ કામગીરી ન થઈ આ પ્રક્ષો નો ક્યારે નિકાલ થશેતનો ખુલાસો અને નગરજનો વતી વિપક્ષના નેતા હસમુખ પટેલે માંગ્યા છે. સાવલી નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહી છે ત્યારે આજે હસમુખ પટેલે મુખ્યમંત્રી સહિત ચાર અધિકારીઓને અરજી આપી

Reporter:







