News Portal...

Breaking News :

મેરાકુવા દુધ મંડળી બાદ પ્રતાપપુરા અને રાજપુરની મંડળીના મંત્રીઓનું દૂધ કૌભાંડ બહાર આવ્યું

2025-07-08 14:45:34
મેરાકુવા દુધ મંડળી બાદ પ્રતાપપુરા અને રાજપુરની મંડળીના મંત્રીઓનું દૂધ કૌભાંડ બહાર આવ્યું


જુના સિહોરા મંડળી પર દૂધ લેવા પહોંચેલા ગ્રાહકે બે મંડળીઓના મંત્રીઓનું કૌભાંડ ઝડપીને ડેસર પોલીસ મથકે અરજી કરી ‌તપાસ કરી ગુનો નોંધવા રજૂઆત કરી તમામ પુરાવા વિડીયો રૂપે આપવા જણાવ્યું,ડેસર તાલુકાની મેરાકુવા દુધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ ઉપર 39.92 લાખની ઠગાઈનો ગુનો નોંધાયા બાદ હવે વધુ દૂધ ઉત્પાદક મંડળીઓના મંત્રીઓના કાળા કરતુંત ઉજાગર થઈ રહ્યા છે 


પ્રતાપપુરા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી અને રાજપુર મંડળીના મંત્રી દ્વારા પોતાની મંડળીમાં થતા દૂધમાં પાણી મેળવીને રોજ સવાર સાંજ 20 25 લિટર ઉપરાંતનું દૂધ કૌભાંડ કરતા હોવાના આક્ષેપ સાથે જુના સિહોરા ગ્રામજન ડાભી તખાભાઈ બુધાભાઈએ ડેસર પોલીસ મથકે અરજી કરી તપાસ કરવા માંગણી કરી છે તેઓ જણાવે છે કે પ્રતાપપુરા દૂધ ઉત્પાદક મંડળી અને રાજપુર દૂધ મંડળીમાં જે ગ્રાહકો દ્વારા દૂધ ભરવામાં આવે છે તે દૂધનો જથ્થો મેરાકુવા મંડળીમાં ચાલતા ક્લસ્ટરના સહયોગથી બંને મંડળીઓના દૂધમાં પાણી ઉમેરી દૂધમાં વધારો કરી બરોડા ડેરીમાં દૂધ વધુ ભરવામાં આવે છે 


જ્યારે બંને મંડળીના મંત્રીઓ સાથે સાંઠગાંઠ કરીને દૂધના ફેટ, તેમજ એસએનએફ માં વધારો કરી બંને મંડળીમાં વધારાના નાણા જમા કરી ઉપાડ કરવામાં આવે છે તેના પુરાવા રૂપે વિડીયો રજૂ કરવા તૈયાર છું વધારાનું દૂધ બનાવી ડેરીમાં ભરીને મંડળીના ભુતિયા ગ્રાહકોના બેંક ખાતામાં જમા કરાવી નાણા ઉપાડ કરેલ છે પ્રતાપપુરા મંડળીના મંત્રી સામે અગાઉ પણ ચૌહાણ જયેન્દ્રસિંહ ચંદ્રસિંહ ના ઓએ સોગંદનામુ રજૂ કર્યું હતું જ્યારે આ બાબતે જુના શિહોરા મંડળીના મંત્રી દિલીપસિંહ પરમારને પૂછતા જણાવ્યું હતું કે દૂધ લેવા આવેલા ગ્રાહકે મારા મોબાઈલ માંથી વિડીયો કાઢીને સત્ય જાણી પોલીસમાં  ફરિયાદ કરી છે પરંતુ ખરેખર મેરાકુવા ક્લસ્ટર ઉપર દૂધમાં પાણી ભેળવાય છે  તેની મને જાણ થતાં જુના શિહોરા મંડળી ના ગ્રાહક માટે મે ક્લસ્ટર બદલી કાઢીને છાલિયેર કરાવી દીધું હતું ડેસર તાલુકાની બીજી બે મંડળીઓ  દૂધ બાબતે ચર્ચામાં આવતા ગ્રાહકોને મંડળીઓ ઉપરથી વિશ્વાસ ઉઠી જવા પામ્યો છે તેવું દૂધ ભરતા ગ્રાહકો રોસે ભરાઈ જણાવી રહ્યા છે ડેસર પોલીસ મથકે અરજી કરાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે 


Reporter: admin

Related Post