મુંબઈ : રતન ટાટાના અવસાન બાદ ગ્રુપના સૌથી મોટા સ્ટેકહોલ્ડર 'ટાટા ટ્રસ્ટ'ની કમાન સાવકા ભાઈ નોએલ ટાટાને સોંપવામાં આવી છે.
શુક્રવારે મુંબઈમાં મળેલી બેઠકમાં નોએલના નામ પર સહમતી સધાઈ હતી.નોએલ ટાટા તેમના પારિવારિક જોડાણો અને ગ્રુપની કેટલીક કંપનીઓમાં સામેલગીરીને કારણે ટાટા વારસાને આગળ ધપાવવા માટે મજબૂત દાવેદાર હતા. નોએલ ટાટા પહેલાથી જ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી છે.
નોએલ ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટ અને વોલ્ટાસના ચેરમેનનેવલ અને સિમોન ટાટાના પુત્ર નોએલ ટ્રેન્ટ વોલ્ટાસ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ્સ અને ટાટા ઈન્ટરનેશનલના ચેરમેન છે. ટાટા સ્ટીલના વાઇસ ચેરમેન અને સર રતન ટાટા ટ્રસ્ટના બોર્ડમાં પણ છે.ટાટા ટ્રસ્ટનું મહત્ત્વ ટાટા ગ્રુપની ચેરિટેબલ સંસ્થાઓનું એક ગ્રુપ છે, જે 13 લાખ કરોડ રૂપિયાની આવક સાથે ટાટા ગ્રુપમાં 66% હિસ્સો ધરાવે છે. આ અંતર્ગત સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ ટાટા સન્સનો 52% હિસ્સો ધરાવે છે.
Reporter: admin