News Portal...

Breaking News :

હાલોલ નજીક મધવાસ ગામ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું : બાઇક ટેન્કરમાં ઘુસી જતા એકનું મોત

2024-10-18 09:52:15
હાલોલ નજીક મધવાસ ગામ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું : બાઇક ટેન્કરમાં ઘુસી જતા એકનું મોત


વડોદરા : હાલોલ નજીક કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. કેમિકલ એટલું ભયંકર હતું કે, રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને આસપાસમાં રહેતા લોકોની આંખો અને ગળામાં બળતરા થવા લાગ્યા હતા. 


આ દરમિયાન પાછળ આવી રહેલી બાઇક ટેન્કરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો,અને એક શખ્સે જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, હાલોલ નજીક મધવાસ ગામના રોડ ઉપર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં ટેન્કરમાંથી ફોર્માલ્ડીહાઈડ (CH૨O) તરીકે ઓળખાતું 37 ટકા જ્વલનશીલ કેમિકલ હવામાં ભળવાથી અનેક લોકોને આંખોમાં અને ગાળામાં બળતરા થવાની ઘટના બની હતી. હાલોલ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટેન્કર ઉપર પાણીનો મારો ચલાવી હવામાંથી કેમિકલનું રિએક્શન ઓછું કરવાનો પ્રયાસ કરાયો હતો. 


જાણકારી અનુસાર જે કંપનીનું ટેન્કર હતું તે કંપનીના ફાયરમેન દ્વારા કેમિકલ ભરેલા ટેન્કરનો વાલ બંધ કરતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી.આ દરમિયાન એક બાઇક પર સવાર બે લોકો નોકરી પર જવા માટે નીકળ્યા હતા. તેવામાં કેમિકલયુક્ત વાતાવરણની હવા તેઓની આંખોમાં લાગતા આંખે અંધારા આવી જતા બાઇક ચાલક અન્ય વાહન સાથે ભટકાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળેજ મોટ નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ આ અકસ્માતને લઈ એવી પણ ચર્ચા છે કે, ટેન્કરમાંથી કેમિકલ ઢોળાતાં થયેલા અકસ્માતથી મોટર સાઇકલ અકસ્માત થોડા અંતરે થયો હતો. બ્રેકરને કારણે ટેન્કર ચાલકે બ્રેક મારતા બાઇક ચાલક ટેન્કર પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો અને બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. જ્યારે અન્ય વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post