News Portal...

Breaking News :

શહેરના વડીવાડી પાલિકાના સ્વિમિંગ પુલમાં સાપ નીકળતા સ્વિમરો ગભરાઈ ગયા, સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો

2024-07-02 18:13:10
શહેરના વડીવાડી પાલિકાના સ્વિમિંગ પુલમાં સાપ નીકળતા સ્વિમરો ગભરાઈ ગયા, સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો


મહાનગર પાલિકાના સ્વિમિંગ પુલમાંથી સાપ નીકળતા ભારે હંગામો મચ્યો. ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર ઠેર સરીસૃપ નીકળી રહ્યા છે. ત્યારે સરદારબાગ સ્વિમિંગ પુલમાંથી સાપ નીકળતા સ્વિમરો પાછા ફર્યા. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સ્વીમીંગપુલ માંથી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.


ઉલ્લેખનીય છે કે , વરસાદી માહોલમાં જળસર્પ બહાર આવી જતા હોય છે, ત્યારે મંગળવાર ના રોજ શહેરના વડીવાડી વિસ્તારમાં આવેલ સરદારબાગ સ્વીમીંગ પુલમાંથી સાપ મળી આવ્યો. જેના કારણે આજે સ્વિમરોને પાછું ફરવું પડ્યું હતું. જે અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી.


જેને પગલે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સભ્યો તાત્કાલિક સરદારબાગ સ્વીમીંગપુલ ખાતે પોહોચી ગયા હતા અને લગભગ અડધો કલાકની જહેમત બાદ ચેકડ કિલબેક નામનો સાપ જે મીઠા પાણીનો હોય છે તેમજ બિન ઝેરી હોય છે તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. રેસ્ક્યુ કરેલ સાપને વન વિભાગને સોંપવામાં આવ્યો.

Reporter: News Plus

Related Post