પેરીસ: સ્વપ્નિલ કુસાળેએ ભારતને પેરીસ ઓલમ્પિક 2024માં ત્રીજો મેડલ અપાવ્યો છે. સ્વપ્નિલ કુસાળે 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મેન્સ ફાઇનલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો. તે 451.4ના કુલ સ્કોર સાથે ત્રીજા સ્થાને રહ્યો. પેરીસ ઓલમ્પિકમાં શૂટિંગમાં અને એકંદરે ભારતનો ત્રીજો મેડલ છે.
સ્વપ્નિલ જે મહારાષ્ટ્રના કોલ્હાપુર નજીકના કમ્બલવાડી ગામનો વતની છે, તે 2012 થી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યો છે પરંતુ 29 વર્ષીય યુવાને પેરિસ ગેમ્સમાં ઓલિમ્પિકમાં પ્રવેશ કરવા માટે બીજા 12 વર્ષ રાહ જોવી પડી.
સ્વપ્નિલે હવે રેલવેનો કર્મચારી છે, તે ટિકિટ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે, હવે સ્વપ્નિલ ઓલિમ્પિક મેડલિસ્ટ છે. ક્રિકેટર એમએસ ધોની સ્વપ્નિલ માટે પ્રેરણા રહ્યો છે, ક્રિકેટ આઇકન ધોની પણ કારકિર્દીની શરૂઆતમાં ટિકિટ કલેક્ટર હતો.
Reporter: admin