રાજકોટ:રાજકોટ TRP ગેમઝોન ની દર્દનાક અગ્નિકાંડની ઘટનાની તપાસ કરતી સત્યશોધક સમિતિએ આનંદ પટેલ અને અમિત અરોરાનો કોઈ રોલ ન હોવાનો આપ્યો રિપોર્ટ આપતા જનતામાં ભારે અચરજ ફેલાયું છે.
ગુજરાત હાઇકોર્ટ ત્રણ સભ્યોની સત્ય શોધક સમિતિ બનાવી હતી.મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલ બનેલી સમિતિએ બે આઈએએસ ઓફિસરને ક્લીનચીટ આપી છે.અગ્નિઝોનમાં બર્થ ડે પાર્ટી ઉજવવા ગયેલા અન્ય ચાર ઉચ્ચ અધિકારીઓને પણ ક્લિનચીટ અપાઈ છે.
વર્ષો પહેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની સત્તા ટીપી શાખા ને અપાઈ હોવાના કારણે બંને મ્યુનિસિપલ કમિશનરનો કોઈ રોલ ન હોવાનો રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ થઈ ગયો છે.હવે પછીની સુનાવણીમાં હાઇકોર્ટના નિર્ણય તરફ સૌ મીટ માંડી રહ્યા છે.
Reporter: admin