સંસ્કારી નગરી ગણાતી વડોદરા નગરી ધાર્મિક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ઘણા રાજ્યોના લોકો વસે છે અને દૂધમાં સાકર ભળી જાય તેમ લોકો એકબીજા સાથે પોતાના ધાર્મિક તહેવારો, ઉત્સવો પર્વની ઉજવણી હળીમળીને કરતાં હોય છે.
હવે આગામી તા. 04થી ઓગસ્ટ થી અમાસ ને દશામાંના વ્રતનો પ્રારંભ થાય છે દસ દિવસ સુધી ચાલનારા આ પર્વને લ ઇને એક તરફ માંઇભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દશામાંના પધરામણી સાથે દસ દિવસની સ્થાપના માટે પંડાલો પણ બનાવી શણગારવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં દશામાંની પ્રતિમાઓનુ શહેરના નવલખી કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા માટે તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવે તેવી માગ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કરવામાં આવી છે
ત્યારબાદ ગણેશોત્સવ પણ આવી રહ્યો હોય શહેરના નવલખી કૃત્રિમ તળાવ સહિત અન્ય કૃત્રિમ તળાવોની સફાઇ કરી પાણી ભરવામાં આવે તથા કૃત્રિમ તળાવ ફરતે લાઇટોની તેમજ તળાવમાં તરાપા સહિતની વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી છે
Reporter: admin