વાડી વડોદરા,૨ જુલાઈ 2024 - યોગિની એકાદશીના પાવન અવસર પર આજે વડોદરા શહેરમાં 2000 તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ ઉત્સવને નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં તુલસીના પવિત્ર છોડ નાગરિકોને આપીને પર્યાવરણની સંરક્ષા અને આદ્યાત્મિક મહત્વની જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.વડોદરા ના પ્રસિદ્ધ વાડી સ્વામિનારાયણ મંદિર આયોજિત આ કાર્યક્રમમાં, શ્રી કે કે શાસ્ત્રીજી દ્વારા તુલસીના છોડના મહત્ત્વ વિશે વિસ્તૃત માહિતી આપી અને નાગરિકોને તેમના ઘરો અને આસપાસના વિસ્તારોમાં વધુ વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કર્યા.આ અવસર પર કોઠારી ઘનશ્યામસ્વરૂપ સ્વામી અને પૂજારી પવિત્રાનંદજી એ કહ્યું, તુલસીના છોડનો આયુર્વેદમાં અને હિંદુ ધાર્મિક અનુષ્ઠાનોમાં વિશેષ મહત્વ છે.
તુલસીનું જળ આહાર અને આરોગ્ય માટે અતિ ઉત્તમ છે અને તે વિવિધ રોગોથી રક્ષણ આપે છે. આજે, આ પાવન દિવસને અનુલક્ષીને, આપણે 2000 તુલસીના છોડનું વિતરણ કરીને પર્યાવરણના સંરક્ષણ માટે એક નવો પાયો મૂકી રહ્યા છીએ.ઉપસ્થિત સંતો અને હરિભક્તો, સ્વયંસેવકો દ્વારા તુલસીના છોડને વહેંચીને, શહેરના વિવિધ વિસ્તારોમાં હરીભરી સ્થાપના લાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દ્વારા એક સાથે પર્યાવરણ જાગૃતિ, આરોગ્ય અને આધ્યાત્મિક સમૃદ્ધિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.આમ યોગિની એકાદશીના આ પાવન અવસર પર 2000 તુલસીના છોડના વિતરણ દ્વારા વડોદરાના નાગરિકોએ પર્યાવરણને સાચવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તરફ એક સારા માર્ગે પગલાં લીધા છે.
Reporter: News Plus