News Portal...

Breaking News :

કેદારનાથ મંદિરને ફૂલોથી શણગારવાનું સૌભાગ્ય વડોદરાના સ્વેજલ વ્યાસને પ્રાપ્ત થયું

2024-10-29 15:59:14
કેદારનાથ મંદિરને ફૂલોથી શણગારવાનું સૌભાગ્ય વડોદરાના સ્વેજલ વ્યાસને પ્રાપ્ત થયું


વડોદરાના સ્વેજલ વ્યાસ દ્વારા દિવાળીના પાવન પર્વ પર અને કેદારનાથના કપાટ બંધ થવાના છે ત્યારે ફરી પાછું કેદારનાથ મંદિર ને ફૂલો થી શણગારવાનું સૌભાગ્ય વડોદરા ને પ્રાપ્ત થયું છે 


આજે ધનતેરસ નિમિત્તે કેદારનાથ મંદિર પર જય ભોલેનાથ લખી મંદિર ને સ્વેજલ વ્યાસ દ્વારા શણગારવામાં આવ્યું છે જેમાં વડોદરા ના બે શિવભક્તો દ્વારા ફૂલો નું ગુપ્તદાન કરવામાં આવ્યું છે..4200 કુડી ગોટા ફૂલ, 3500 સ્ટાર ફૂલ, ઓર્ચિડ ફૂલ, અલથેનિયમ ફૂલ જેવા હાજરો કટ ફ્લાવર ને 2000 કિલો મીટર દૂર બંગાળ ની બોર્ડર થી તોડી ગામ વાળા જોડે માળા બનાવી, બરફ માં પેક કરી, કોલકાત્તા રેલવેસ્ટેશન થી ટ્રેન મારફતે હરિદ્વાર મંગાવી, હરિદ્વાર થી ટેમ્પા માં ગૌરીકુંડ લાવી ત્યાંથી 54 ઘોડા મારફતે કેદારનાથ મંદિર પોહ્ચાડવામાં આવ્યા.. 22 લોકલ ઉત્તરાખંડ ના કારીગર દ્વારા સજાવટ કરવામાં આવી જેનો સંપૂર્ણ ખર્ચ વડોદરા દ્વારા કરવામાં આવ્યો છે ફૂલોને દરિયાની સપાટી થી 2000 કિલોમીટર દૂર અને 11,750 ફૂટ ની ઊંચાઈ પર ઠંડીમાં સજાવટ કરવામાં આવી.

Reporter: admin

Related Post