News Portal...

Breaking News :

પટનામાં નિર્માણાધીન મેટ્રો ટનલમાં દુર્ઘટના સર્જાઈ જેમાં બે શ્રમિકના મોત

2024-10-29 15:33:42
પટનામાં નિર્માણાધીન મેટ્રો ટનલમાં દુર્ઘટના સર્જાઈ જેમાં બે શ્રમિકના મોત


પટના : બિહારના પટનામાં નિર્માણાધીન મેટ્રો ટનલમાં સોમવારે 28મી ઓક્ટોબર રાત્રે એક દુર્ઘટના સર્જાઈ હતી.


આ ટનલના નિર્માણ દરમિયાન કાટમાળ કાઢવાના મશીનની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેમાં બે શ્રમિકના મોત થયા હતા અને અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હાતા. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. દુર્ઘટના સમયે અશોક રાજપથ પર NIT ટર્ન નજીક અકસ્માત સર્જોય હતો. જ્યા 25 શ્રમિકો ટનલમાં કામ કરી રહ્યા હતા.અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં બે શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા હતા અને ઘણાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે એક શ્રમિકના શરીરના છ ટુકડા થઈ ગયા હતા. કાટમાળ હટાવવા માટે ટનલની અંદર વપરાતી હાઇડ્રોલિક લિફ્ટ મશીનની બ્રેક ફેલ થતા શ્રમિકોએ જીવ ગુમાવ્યો હતો.પટનામાં મેટ્રો ચલાવવા માટે એક ટનલ ખોદવામાં આવી રહી હતી. 


ટનલ ખોદતી વખતે જે કાટમાળ બહાર કાઢવા માટે તેની અંદર હાઇડ્રોલિક લોકો ટ્રેન ચલાવવામાં આવે છે. આ મશીનના એન્જિનની બ્રેક ફેલ થઈ ગઈ અને તે શ્રમિકો પર ફરી વળી હતી. આ દુર્ઘટના સમયે ટનલની અંદર લગભગ 25 શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં બેના મોત થયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. આ અકસ્માતમાં લોકો પાયલોટનું પણ મોત થયું છે, તે ઓડિશાનો રહેવાસી હતો.

Reporter: admin

Related Post