નાણાકીય વર્ષ 2024-25નો પ્રથમ રોજગાર મેળો 29મી ઓક્ટોબર 2024ના રોજ યોજાયો હતો જેમાં 40 સ્થળો પર આયોજિત કાર્યક્રમોમાં દેશભરમાં 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા હતા જે દરમિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રમોદીએ તમામ સ્થળોને સંબોધિત કર્યા હતા. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા ભરતીઓ ગ્રામીણ ડાક સેવક, કોમર્શિયલ-કમ-ટિકિટ ક્લાર્ક, જુનિયર-ક્લાર્ક-કમ-ટાઈપિસ્ટ, આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર્સ, કોન્સ્ટેબલ સહિતની વિવિધ જગ્યાઓ પર જોડાશે. રોજગાર મેળા એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવા માટેની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડીને સશક્ત બનાવશે.
નવનિયુક્ત ભરતીઓને કર્મયોગી પ્રરંભ દ્વારા પાયાની તાલીમ લેવાની તક મળશે, જે IGOT કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન ઓરિએન્ટેશન મોડ્યુલ છે.વડોદરા ખાતેના કાર્યક્રમમાં પોસ્ટ વિભાગ, ભારતીય રેલ્વે, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે જોડાયેલા 154 નવી ભરતીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી નિમુબેન બાંભણીયા અને અતિથિ વિશેષ તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin