એક તરફ વડોદરા બેઠકના ભાજપના વિજેતા સાંસદે શપથ લીધા અને તેજ દિવસે સમાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ દ્વારા ભાજપના નેતાઓ શરમમાં મુકાયા તેવી પોસ્ટ કરવામાં આવી. જેના કારણે વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
સામાજિક કાર્યકરની ફેસબુક પોસ્ટથી રાજકારણમાં હડકંપ મચી ગયો છે. સાંસદ ડો.હેમાંગ જોશીએ દિલ્હીમાં શપથ લીધા તે જ દિવસે સમાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે ભાજપના સ્થાનિક નેતાઓને અપશબ્દો કહી તેમજ બેશરમ કહી તમે ખુરશી સાફ કરવા લાયક છો. તેવું તેમની ફેસબુક પોસ્ટ પર લખી બળાપો કાઢ્યો છે.સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટમાં સમાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે લખ્યું કે, "હેમાંગ જોશી પોરબંદરથી આવીને અહી સાંસદ બન્યા.
સ્થાનિક નેતાઓ રહી ગયા." સ્થાનિક નેતાઓને લુખ્ખાને કહી ગાળો ભાડી અને સાથે જ સ્થાનિક નેતાઓ ખુરશી સાફ કરવા લાયક છે. શરમથી ડૂબી મરવું જોઈએ તેવું લખાણ પોસ્ટ કર્યું હતું. અને હવે આ પોસ્ટ થી વિવાદ સર્જાયો છે. ત્યારે હવે શહેર ભાજપ શું કાર્યવાહી કરે છે તે એક સવાલ ઉઠ્યો છે.
Reporter: News Plus