News Portal...

Breaking News :

વડોદરામા શંકાસ્પદ 13 લાખ 50 હજાર રોકડા પકડ્યા

2024-04-25 14:16:04
વડોદરામા શંકાસ્પદ 13 લાખ 50 હજાર રોકડા પકડ્યા

લોકસભાની ચૂંટણી ટાણે દારૂની હેરાફેરી સાથે રોકડ નાણાંની હેરાફેરી રરોકવા ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમ સક્રિય છે,ગતરાત્રે SSTની ટીમે વડોદરાના તરસાલી ચેકપોસ્ટ પાસેથી 13,50,000ની રોક્ડ પકડી હતી.શંકાસ્પદ રોકડા નાણાં બોક્સમાં સીલ કરી મકરપુરા પો.સ્ટેમાં જમા કરવામાં આવ્યા હતા.મકરપુરા પોલીસે શંકાસ્પદ રોકડ રૂપિયા અંગ વધુ તાપસ હાથ ધરી છે.હવે આ રુપિયા કોના અને કોને આપવાના હતા તે અંગે પોલીસે ઉંડાણ પૂર્વક ની તપાસ હાથ ઘરી છે. હાલ ચૂંટણી નો માહોલ છે એટલે વિદેશી શરાબ અને રૂપિયા ની હેરાફેરી મોટા પાયે થતી હોવાનું કહેવાય છે. સદર રૂપિયા ચૂંટણી ના ઉપયોગ લેવાના હતા કે કેમ તે અંગે તપાસ આદરી છે.

Reporter: News Plus

Related Post