મૃદુ મુખ્યમંત્રીનાં ગુડબુકમાં આવવા માટે સનદી અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે.
વડોદરાના રાજકારણમાં ભ્રષ્ટાચારીઓ ચાલશે. કૌભાંડીઓ ચાલશે. પરંતુ સરકારની સામે અવાજ ઉઠાવવાવાળા નહી ચાલે
આશિષ જોશીને ભેરવવા માટે કલેક્ટર કચેરીએ તમામ હદ વટાવી નાંખી, વાંચો ખાસ અહેવાલ...

કોર્પોરેટર આશિષ જોશીને યેનકેન પ્રકારેણ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં ફસાવવા માટે અનેક હથકંડા અપનાવાઇ રહ્યા છે. સરકારી તંત્ર પોતાના જ આ હથકંડાઓમાં પોતે જ ફસાઇ રહ્યું છે. કલેક્ટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ લેન્ડ ગ્રેબિંગ હેઠળ જે નોટિસો અપાઇ છે તેમાં કેટલાક તો એવા છે કે જે ફાઇનલ પ્લોટ 381માં રહેતા જ નથી અને અન્ય સ્થળે રહે છે. એવો પણ ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે કે કલેક્ટર કચેરી દ્વારા જે નોટિસો અપાઇ હતી તેમાં 11 નોટિસો રદ કરાઇ હતી પણ બાકીના 9 લોકોમાં એક ભાવનાબેન વાઢેર એવા હતા કે તેમણે 70 ટકા જેટલી આ દિવાલનું બાંધકામ કરેલું છે અને જ્યારે આ મામલાની સુનાવણી ચાલુ હતી ત્યારે કલેક્ટર કચેરીની સુનાવણીમાં ગયેલા ભાવનાબેન વાઢેરને સુનાવણીમાં જતા જ રોકવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર દિવાલ આશિષ જોશીએ ચણેલી છે તેવું આશિષ જોશી પર ઢોળવા માટે કલેક્ટર તંત્રના કર્મચારીઓએ જ આખો ખેલ રચ્યો હતો પણ આખરે તેમના ખેલનો ભાંડો ફૂટી ગયો હતો. બીજી તરફ આ જ પ્લોટની સામે એક પ્રકાશ કહાર નામના કોર્પોરેશનના કર્મચારીનું મકાન આવેલું છે અને ત્યાં પણ 25થી 30 ફૂટ ગેરકાયદેસર બાંધકામ થયેલું છે પણ કલેક્ટર તંત્રને આ બાંધકામ ના દેખાયું પણ પ્લોટ પર ઝુંપડાનું દબાણ દેખાઇ ગયું હતું. આ જ બતાવે છે કે કલેક્ટર કચેરી પર શાસકોનું એવુ દબાણ છે કે દબાણમાં જ તેમને બીજુ કંઇ દેખાતુ નથી અને કોઇપણ ભોગે આશિષ જોશીને ભેરવવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. તેમના આકાઓ દ્વારા અપાતી સૂચનાનું પાલન કરવા કલેક્ટર કચેરીના કર્મચારીઓ એ પણ જોતા નથી કે તેઓ જેને નોટિસ આપે છે તે તો અહીં રહેતો જ નથી અને અન્ય જગ્યાએ રહે છે. જેમનું નામ નોટિસમાંથી રદ થયું નથી તેમને સુનાવણીમાં જતા રોકવામાં આવે છે. આવો કેવો ખેલ ચાલી રહ્યો છે તે વડોદરાની જનતા સમજી રહી છે.
જેણે 70 ટકા દિવાલ બાંધી છે તેમને સુનાવણીમાં આવતા રોકાયા
11 જણાના નામ રદ કરાયા હતા અને પછી જે 9 જણા બાકી રહ્યા તેમાં સામેલ ભાવનાબેન વાઢેરે આ દિવાલ 70 ટકા બાંધેલી છે. સુનાવણીમાં અને 5 વાગીને 10 મિનીટે કલેક્ટર કચેરીમાં ગયા ત્યારે ભાવનાબેનને સુનાવણીમાં જતા રોકવામાં આવ્યા અને કહેવાયુ કે તમારી પણ જરુર નથી. અમે નામ કહ્યું કે નોટિસમાં ભાવનાબેનનું ત્રીજુ નામ છે ત્યારે કહેવાયું કે અમે નક્કી કરીશું કે સુનાવણીમાં કોણ આવશે. આ દિવાલનો 70 ટકા ભાગ ભાવનાબેને બાંધેલો છે પણ તેમને ડ્રોપ કરી આશિષ જોશી પર નાખવાનો ખેલ હતો. ભાવનાબહેનનું બાજુમાં ઘર છે. તેમને છેલ્લી ઘડીએ અંદર ઘુસવા ના દીધા. આ ખેલમાં 20માંથી 11ની નોટિસો રદ કરી અને બાકીના 9માંથી 2 જણને ડ્રોપ કર્યા. અન્ય એક ચૌહાણ ભાઇને પણ ડ્રોપ કર્યા. 7 જણને સુનાવણીમાં આવવા દેવાયા. નવાઇની વાત એ છે કે એક નામ છે તે રાહુલ વણજારા વાડીમાં રહે છે અને બાકીના 9 જણામાં આવા 3 જણા છે તેમને પણ નોટિસ આપેલી છે.
હિતેશ ગુપ્તા, આશિષ જોશીના એડવોકેટ

બોલો.,..ગાજરાવાડીના રાહુલને પણ કલેક્ટર તંત્રએ નોટિસ આપી
ગાજરાવાડીમાં રહેતા રાહુલ ગણપતભાઇ વણઝારા નામના 18 વર્ષના યુવકે સોગંદનામુ કર્યું છે કે તેઓ ગાજરાવાડીમાં રહે છે. તેઓ રતિલાલ પાર્ક કે તેની આજુબાજુમાં આવેલી ઝુંપડપટ્ટીમાં ક્યારેય રહેતા ન હતા અને અમને સદંતર ખોટી નોટિસ આપવામાં આવી છે. કારણ કે ફાઇલ પ્લોટ 381 પૈકીની કોઇ પણ જગ્યાએ મારુ કોઇ રહેઠાણ કે કામ ધંધો નથી. અમને નોટિસ ક્યા કારણોસર આપવામાં આવેલી છે તેની અમને જાણ નથી. મારા માતા પિતા પણ ક્યારેય આ જગ્યાએ રહેવા ગયા નથી. થોડા દિવસ પહેલા પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓએ મારુ નામ પુછી રોક્યો હતો અને પુછેલું કે હું આશિષ જોશીને કોઇ ભાડુ ચુકવું છું કે કેમ ? પણ અમે આશિષ જોશીને ઓળખતા ના હોઈ અમે સ્પષ્ટ ના પાડી દીધેલી.
પ્રકાશ કહારના ગેરકાયદેસર બાંધકામ પર કેમ કાર્યવાહી નહી
કાંતિલાલ ધોબીએ સોગંદનામામાં જણાવ્યું કે આ જગ્યા પર તે 60 વર્ષથી રહે છે. તેનો વેરો પણ તે ભરે છે. મહેસુલી પાવતી પણ તેમની પાસે છે. તેમની સામે રતિલાલ પાર્કમાં રહેતા પ્રકાશ ઠક્કર કોર્પોરેશનમાં નોકરી કરે છે તેમણે 25થી 30 ફૂટ જેટલું પાકુ બાંધકામ અમારા ઝુંપડાની સામે પ્લોટ નંબર 381માં જ કરેલું છે પણ અમને ગરીબને લેન્ડ ગ્રેબિંગની નોટિસ અપાઇ પણ ઇરાદાપૂર્વક સરકારી જમીનમાં દબાણ કરનારને કોઇ નોટિસ અપાઇ નથી.
તમે પહેલા 3 હપ્તા ક્લિયર કરો અને જો નહી કરો તો કલેક્ટર દ્વારા કાર્યવાહી કરાશે.
બીજી તરફ તાજેતરમાં હરણી બોટકાંડ મામલે હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં કોટીયા પ્રોજેક્ટના આરોપીઓ દ્વારા રિવ્યુ પિટીશન કરવામાં આવી હતી. રિવ્યુ પિટીશનની સુનાવણીમાં હાઇકોર્ટે આરોપીઓને કહ્યું હતું કે વળતરમાં અમે તમને 30 મે સુધીનો સમય આપી શકીએ છીએ તમે પહેલા 3 હપ્તા ક્લિયર કરો અને જો નહી કરો તો કલેક્ટર દ્વારા કાર્યવાહી કરાશે. તેમ પીડિતોના વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું.



Reporter: admin