આગામી ૭ જુલાઈ અષાઢી બીજના દિવસે સુરત શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળનાર છે જેને લઈને તૈયારીના ભાગરૂપે આજે સુરત પોલીસ કમિશ્નર સહિતના ઇચ્ચ અધિકારીઓએ જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી ભવ્ય રથયાત્રા નીકળે છે આ ઉપરાંત જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા સ્ટેશનથી રથયાત્રાનો પ્રારંભ થાય છે જે રથયાત્રા રીંગરોડ અઠવાગેટ થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર પહોચે છે. ત્યારે રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિહ ગેહલોતએ આજે જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી. તેઓએ મંદિરમાં ભગવાનના દર્શન કરીને રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગોહલોતએ જણાવ્યું હતું કે આગામી ૭ જુલાઈના રોજ અષાઢી બીજના રોજ રથયાત્રા નીકળનાર છે. ઇસ્કોન મંદિરથી જે રથયાત્રા નીકળે છે તે સ્ટેશનથી લઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર ખાતે પહોંચે છે. આ તૈયારીના ભાગરૂપે મંદિરની વિઝીટ કરી છે. રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ આ ઉપરાંત કોઈ સુધારા વધારાની જરૂર હોય, કોર્પોરેશન તરફથી કોઈ રોડ રસ્તાઓને ઠીક કરવાની જરૂર હોય, કોઈ વીજ વાયરને ઠીક કરવાની જરૂર હોય તે બધી વસ્તુઓની ચકાસણી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ યાત્રા ધાર્મિક માહોલમાં સારી રીતે પૂર્ણ થાય તે માટે સુરત પોલીસ કટિબદ્ધ છે.
Reporter: News Plus