વડોદરા નજીક આવેલી મહીસાગર નદીમાં વારંવાર રેતી માફિયાઓ દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું છે અને તે અંગેની વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે રેતી ખનનના કારણે અવારનવાર નદીમાં ડૂબી જવાના બનાવો બનવા પામ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી હાલમાં રાજકોટમાં જે પ્રકારની ઘટના બની છે તેને પગલે હવે ખાણ ખનીજ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. ગુજરાત અસ્મિતા દ્વારા પણ આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જેના આધારે તંત્ર દ્વારા દરોડાઓ પાડવામાં આવ્યા છે
વડોદરા નજીક મહીસાગરની રેતી ઉલેચાતા રેત અને ખનીજ માફિયાઓ સામે વારંવારની ફરિયાદો પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે કોટનામાં સુરત ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગસ્કોડ ત્રાટકી હતી. ફ્લાઈંગસ્કોડના અધિકારી વી.એસ. વસાવા અને તેમની ટીમે વહેલી સવારથી જ કોટનામાં દરોડા પડયા હતા.દરોડાથી કોટનામાં ગેરકાયદે ખનન કરતા માફિયામાં ભાગદોડ મચી ગઈ હતી.ફ્લાઈંગસ્કોડે સ્થળ પરથી બે ટ્રક બે હિટાચી મળી કુલ 70 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. રેતી માફિયાઓ દ્વારા મહીસાગર નદીને ઉલેચી નાખવામાં આવી છે અને તેના કારણે અવારનવાર ડૂબી જવાની અનેક ઘટનાઓ બને છે મહીસાગર નદીમાં પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહ્યું નથી. એમ લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા મહીસાગર નદી ને ઉલેચવા માટે રીતસરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને તેમાં કેટલાય અગ્રીમ હરોળના નેતાઓની મીલીભગત છે.
ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક કાર્યકરો અથવા તો આગેવાનો દ્વારા મહીસાગર નદીને ઉલેચી નાખવામાં આવી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા માત્ર નાની માછલીઓને પકડવામાં આવી છે મોટા મગરમચ્છ છો હજુ પણ એમ જ ફરી રહ્યા છે. પરંતુ તેઓ સામે કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા નથી ત્યારે રાજ્ય સરકારે જ આમાં કોઈને કોઈ રીતે સંડોવાયેલી હોય તેમ જણાઈ રહ્યું છે
Reporter: News Plus