સુરત આગ દુર્ઘટના થી સમગ્ર રાજ્યમાં હડકંપમાંથી ઉઠ્યો છે ત્યારે રાષ્ટ્રીય સંત જૈન આચાર્ય સંજયમુનિ જી એ મુખ્યમંત્રીને અપીલ કરતાં જણાવ્યું છે કે શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં વેપારીઓને તાત્કાલિક વળતર મળવું જોઈએ અને બની શકે તેટલી મદદ પણ વહેલી તકે મળવી જોઈએ તેવું જણાવ્યું છે જોકે તેઓએ મદદ વહેલી તકે મળી રહે તે માટે મુખ્યમંત્રીને પત્ર લખીને પણ અપીલ કરી હતી.
લોકમાન્ય ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત ડૉ. આચાર્ય સંજયમુનિએ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બનેલી ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ સુરતનું એક મોટું કાપડ બજાર છે અને સામાન્ય લોકોના વ્યવસાયમાં ભારે નુકસાન ખૂબ ચિંતાનો વિષય છે. આ ઘટનામાં ખાસ તો આચાર્યના જન્મભૂમિ સ્થળના મૂડ વેપારીઓ તેમજ ખાસ તો પશ્ચિમ રાજસ્થાનના વેપારીઓને પણ ભારે નુકસાન થયું છે અને સામાન્ય લોકોને પણ આમાં ભારે નુકસાન થયું છે.
આચાર્યએ કહ્યું કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીએ તાત્કાલિક આ ઘટના અંગે સંપર્ક કરવો જોઈએ અને આ આગની ઘટનામાં અસરગ્રસ્ત વેપારીઓ અને સામાન્ય લોકોને યોગ્ય વળતર આપવું જોઈએ. રાજ્ય સરકારે આ તરફ જલ્દી ધ્યાન આપવું જોઈએ જેથી તેઓ તેમની કાર્યશૈલીમાં, તેમના વ્યવસાયમાં અને તેમના રોજિંદા જીવનમાં હંમેશની જેમ શાંતિ મેળવી શકે. જોકે આ બાબતે ત્વરિત પગલા લેવાય તે માટે આચાર્યશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે ઇમેલના માધ્યમથી પત્ર લખીને પણ અપીલ કરવામાં આવી છે સાથે જ તેઓ દ્વારા ટેલિફોનિક માધ્યમોથી પણ ચર્ચા વિચારણા કરીને વેપારીઓને બની શકે તો વહેલી તકે મદદ મળી રહે તે માટે ની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Reporter: admin