હાલોલ : હાલોલ તાલુકાના જાંબુડી ખાતેના મેદાનમાં 6 પોલીસ મથકોમાં પકડાયેલ 3,37,63,203 રૂપિયાની 2,94,435 નંગ વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી નાશ કરાયો

હાલોલ ડિવિઝનમાં આવેલા 6 પોલીસ મથક જેમાં હાલોલ ટાઉન હાલોલ રૂરલ,પાવાગઢ, જાંબુઘોડા, રાજગઢ (ઘોઘંબા),અને દામાવાવ પોલીસ મેથકોમાં વર્ષ 2024 માં નોંધાયેલા 291 પ્રોહિબિશનના ગુના હેઠળ ઝડપાયેલ 2,94,435 નંગ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો જેની કિંમત 3,37,63,293 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા ઉપર ફેરવી આજે નાશ કરવામાં આવ્યો હતો જેમાં હાલોલ તાલુકાના જાંબુડી ખાતે આવેલા મેદાનમાં આજે હાલો ડિવિઝનના પોલીસ મથકોની અલગ અલગ નામદાર કોર્ટમાંથી વર્ષ 2024 માં જપ્ત કરાયેલા તમામ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાની મંજૂરી મેળવ્યા બાદ હાલોલ પ્રાંત અધિકારી દ્વારા આજની તારીખ ફાળવવામાં આવતા આજે શુક્રવારે સવારે તમામ 6 પોલીસ મથકોનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી

જેમાં 2,94, 435 વિદેશી દારૂની બોટલોને જમીન પર બિછાવી તેની ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવતા જાંબુડીનાવિશાળ મેદાનમાં દારૂની નદી વહેતી જોવા મળી હતી આ પ્રસંગે હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી, હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ, નશાબંધી ખાતાના અધિકારીઓ તેમજ હાલોલ મામલતદાર એમ.બી. શાહ હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.ચૌધરી હાલોલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા તેમજ પાવાગઢ, જાંબુઘોડા, રાજગઢ,અને દામાવાવ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ હાલોલ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Reporter: admin