સુરત : શહેરમાં વધી રહેલા સાયબર ઠગાઈના કેસ વચ્ચે Surat Cyber Crime Cell ને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે.
શેર ટ્રેડિંગ અને IPO માં રોકાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર શખ્સોને અંકલેશ્વર, જિલ્લા ભરૂચમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ મુજબ, આ સમગ્ર કેસમાં આરોપીઓએ ફરિયાદીને ઊંચા નફાના લોભમાં મૂકી રૂપિયા 8.35 લાખથી વધુની છેતરપિંડી આચરી હતી. શહેરમાં સતત વધી રહેલી ફાઇનાન્સિયલ સાયબર ક્રાઇમની ઘટનાઓ વચ્ચે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.આ કેસમાં આરોપીઓએ સૌપ્રથમ ફરિયાદી સાથે સંપર્ક સાધી તેમને શેર માર્કેટ તથા IPO માં રોકાણ કરવાથી મોટો નફો મળશે તેવી લલચામણી વાતો કરી હતી.
ત્યારબાદ વોટ્સએપ મારફતે એક બનાવટી ટ્રેડિંગ વેબસાઇટની લિંક મોકલી અને તેમાં ફરિયાદીને રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યો. શરૂઆતમાં વેબસાઇટ પર નકલી રીતે ઊંચા પ્રોફિટ બતાવીને તેમના વિશ્વાસ પર કબજો જમાવવામાં આવ્યો. વિશ્વાસમાં આવ્યા બાદ ફરિયાદીને અલગ અલગ સ્ટોક અને IPO ના નામે રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યા અને તેમની પાસેથી કુલ રૂપિયા 8,35,400/- અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા. નફા સાથેની રકમ વિથડ્રો કરવાની માંગણી કરતા વધુ પૈસા જમા કરાવવા દબાણ થતાં છેતરપિંડીનો ભંડો ફૂટ્યો.
Reporter: admin







