વડોદરાની શ્રાવિકા યુવતીને ધાર્મિક વિધિ માટે બોલાવી દુષ્કર્મ કર્યું...
સુરત : સુરતમાં વર્ષ 2017માં શ્રાવિકા પર જૈન મુનિએ આચરેલા દુષ્કર્મ કેસનો ચુકાદો આવ્યો છે. સુરત કોર્ટે આરોપી જૈન મુનિને દુષ્કર્મકેસમાં દોષિત ઠેરવ્યા છે. સજા આવતીકાલ સુધીમાં સંભળાવવામાં આવે એવી શક્યતા છે. વર્ષ 2017માં સુરતના નાનપુરા સ્થિત ટીમલિયાવડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે અઠવા પોલીસમાં ગુનો નોંધાયા બાદ જૈનમુનિની ધરપકડ કરવામાં આવી હતી. જે કેસ સુરત કોર્ટમાં ચાલી જતા કોર્ટે દુષ્કર્મ કેસમાં જૈનમુનિને દોષિત ઠેરવ્યા છે.
અઠવા પોલીસમાં વડોદરાની શ્રાવિકા યુવતીએ દિગંબર જૈન સમાજના મુનિ શાંતિ સાગર મહારાજ સામે ધાર્મિક વિધિના બહાને દુષ્કર્મ આચરવા અંગે આક્ષેપ કરતી ફરિયાદ કરી હતી.
આ કેસમાં અઠવા પોલીસે આરોપી શાંતિ સાગર મુનિની ધરપકડ કરી લાજપોર સેન્ટ્રલ જેલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. લાંબા સમયથી આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી જૈન મુનિ સામે અઠવા પોલીસે ચાર્જશીટ રજૂ કરી દીધું હોવા છતાં એકથી વધુ વાર સુરતની ઉચ્ચતમ અદાલતોમાથી જામીન મેળવવા માટે આરોપીના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
બહુચર્ચિત એવા શ્રાવિકા દુષ્કર્મ કેસમાં આજે આરોપી શાંતિ સાગર મહારાજ સામે સરકાર પક્ષે ચાર્જફ્રેમની કાર્યવાહી હાથ ધરી છે.
શાંતિસાગરે વડોદરાની યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આ કેસ છે અને આ કેસમાં શાંતિસાગરની તમામ અરજીઓ નામંજૂર થઈ ચુકી છે. સેશન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કહેવાતા જૈન મુનિની અરજીઓ ફગાવી દીધી હતી. હાલ શાંતિસાગર સુરતની લાજપોર જેલમાં બંધ છે ત્યારે આ કેસ પર થનારી સુનાવણી પર સૌની મીટ મંડાયેલી છે.
વડોદરાની શ્રાવિકા યુવતીને ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી દુષ્કર્મ આચર્યું હતું, કોર્ટ આવતીકાલે સજા સંભળાવી શકે છે...
કેસની વિગત મુજબ ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં આવેલાં એક રૂમમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની યુવતીને બોલાવવામાં આવી હતી અને જૈન મુનિ એવા આરોપી શાંતિસાગરે તેણી પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેની ફરિયાદ યુવતીએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં નોંધાવતા આરોપી શાંતિસગારની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ આ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી.વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવ્યા હતા. ત્યારબાદ એકાંત રૂમમાં લઈ ગયા બાદ તેણી જોડે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી અઠવા પોલીસ મથકમાં IPC કલમ 376(1) 376(2)(f)હેઠળ ગુનો નોંધાયો હતો.
સરકારી વકીલ આ મામલે સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે, શાંતિસાગર સામે 2017થી ટ્રાયલ ચાલતી હતી. નામદાર કોર્ટે તકસીરવાન ઠેરવ્યા છે. સજા માટે આવતીકાલે સુનાવણી થશે. પીડિતાને તાંત્રિકવિધિના નામે બોલાવી હતી અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે પીડિતાની જુબાની અને મેડીકલ પુરાવાઓને ધ્યાન પર લઈ દોષિત ઠેરવ્યા છે. પીડિતા છે તેના માતાપિતા જૈનમુનિને ગુરુ માનતા હતા અને સુરતના ઉપાશ્રયમાં અવારનવાર આવતા હતા. જૈનમુનિએ તેઓને તેમની દીકરીને સાથે લાવવા જણાવ્યું હતું. ત્યારબાદ તાંત્રિકવિધિના નામે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ હતી.
Reporter: admin