News Portal...

Breaking News :

દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગો વધતાં સુપ્રીમ કોર્ટેનું કડક વલણ : ફૂડ પેકેટમાં કેટલું મીઠું, ખાંડ કે ફેટ હોય તે જણાવો

2025-04-10 14:13:58
દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગો વધતાં સુપ્રીમ કોર્ટેનું કડક વલણ : ફૂડ પેકેટમાં કેટલું મીઠું, ખાંડ કે ફેટ હોય તે જણાવો


દિલ્હી : ફૂડ પેકેજિંગમાં મોટા ફેરફારો થઈ શકે છે. દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગો (કાર્ડિયોવેસ્ક્યુલર રોગો) વધતાં તેને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર ચેતવણી લેબલ ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો છે. 


કોર્ટે આ મુદ્દા પર નિષ્ણાત સમિતિ પાસેથી ત્રણ મહિનાની અંદર સૂચનો માંગ્યા છે જેથી ખાદ્ય સુરક્ષા નિયમોમાં જરૂરી ફેરફારો કરી શકાય.આ મામલો જાહેર હિતની અરજી દ્વારા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. '3S અને અવર હેલ્થ સોસાયટી' નામની સંસ્થા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. ઍડ્વૉકેટ રાજીવ શંકર દ્વિવેદી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર FOPL એટલે કે ફ્રન્ટ-ઑફ-પેકેજ લેબલ સિસ્ટમ લાગુ કરે.FOPL સિસ્ટમ હેઠળ, પેકેજ્ડ ખાદ્ય ઉત્પાદનોના આગળના ભાગમાં પોષણ સંબંધિત માહિતી સ્પષ્ટ અને સામાન્ય ભાષામાં આપવામાં આવશે. 


જેથી ગ્રાહક સમજી શકે કે ફૂડ પેકેટમાં કેટલું મીઠું, ખાંડ કે ફેટ હોય છે. જેથી તેઓ તેમના સ્વાસ્થ્ય અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરી શકે.સુનાવણી દરમિયાન, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા(FSSAI)એ કહ્યું હતું કે, 'FOPL સિસ્ટમ અંગે જનતા તરફથી લગભગ 14,000 સૂચનો મળ્યા હતા. આ સૂચનો પર વિચાર કરવા માટે એક નિષ્ણાત પેનલની રચના કરવામાં આવી છે. જે નિયમોમાં સુધારાની ભલામણ કરશે.'ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન(NIN)ની નિષ્ણાત સમિતિએ સૂચન કર્યું છે કે પેક્ડ ફૂડ અને બેવરેજિસમાં ખાંડનું પ્રમાણ નક્કી કરવામાં આવે. વધારે ખાંડ, ફેટ અને મીઠું ધરાવતો ખોરાક ટાળવો જોઈએ.

Reporter: admin

Related Post