News Portal...

Breaking News :

દિલ્હીના ગુરૂદ્વારાની જમીન પર વક્ફ બોર્ડનો દાવો સુપ્રીમે ફગાવ્યો

2025-06-05 09:54:00
દિલ્હીના ગુરૂદ્વારાની જમીન પર વક્ફ બોર્ડનો દાવો સુપ્રીમે ફગાવ્યો


1953માં મોહમ્મદ અહસાને આ જમીન હીરાસિંહને વેચી દીધી હતી 




નવી દિલ્હી : દિલ્હીના શાહદરા સ્થિત ગુરૂદ્વારાની જમીન પર પોતાનો દાવો કરીને વક્ફ બોર્ડ દ્વારા હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે સુપ્રીમે આ અરજીને ફગાવી હતી અને કહ્યું હતું કે જે જમીન પર વક્ફ દાવો કરી રહ્યું છે ત્યાં દસકાઓથી ગુરૂદ્વારા છે તેથી વક્ફે પાછળ હટી જવું જોઇએ.આ સમગ્ર મામલો દિલ્હીના શાહદરા સ્થિત ગુરૂદ્વારાની જમીન સાથે સંકળાયેલો છે. આ જમીનને વક્ફની સંપત્તિ બતાવીને દિલ્હી વક્ફ બોર્ડ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં ૨૦૧૦માં અરજી કરાઇ હતી, જેમાં બોર્ડે દાવો કર્યો હતો કે આઝાદી પહેલા આ જમીન પર મસ્જિદ હતી, જેના પર બાદમાં ગુરુદ્વારા બનાવવામાં આવ્યું છે. 


હાઇકોર્ટે આ દલીલોને ફગાવી હતી જે બાદ બોર્ડ દ્વારા હાઇકોર્ટના ચુકાદાને ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજદાર બોર્ડને કહ્યું હતું કે આ જમીન પર ગુરૂદ્વારા વર્ષોથી છે, જેથી આ ગુરૂદ્વારાને ત્યાં જ રહેવા દો. પ્રતિવાદી પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આ સંપત્તિ વક્ફની નથી રહી કેમ કે તેના તત્કાલીન માલિક મોહમ્મદ અહસાને જમીનને વર્ષ ૧૯૫૩માં જ વેચી દીધી હતી. અગાઉ દિલ્હી હાઇકોર્ટમાં સાબિત થયું હતું કે આ જમીન હીરાસિંહની છે, તેમણે આ જમીન મોહમ્મદ અહસાન પાસેથી વર્ષ ૧૯૫૩માં ખરીદી હતી.

Reporter: admin

Related Post