ડેસર જિલ્લા પંચાયતની સભામાં ભાજપા ઉમેદવારને સમર્થન આપવાનો સંકલ્પ કર્યો.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ. હેમાંગ જોષીનો ઝંઝાવાતી પ્રચાર સંપર્ક અભિયાન અંતર્ગત આજે સાવલી વિધાનસભા ક્ષેત્રમાં આવતા ડેસર ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. હેમાંગ જોષીને જિલ્લામાંથી સૌથી વધારે મતો મળે તે માટે કાર્યરત રહેવા સંકલ્પ કર્યો હતો.
ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી સાથે સાવલીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર, લોકસભા ચૂંટણીના ક્લસ્ટર પ્રભારી શ્રી પ્રદિપસિંહ જાડેજા પણ જોડાયા હતા. ત્યારબાદ ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી અને ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે અગ્રણી આગેવાનોએ પ્રચાર સંપર્ક રેલી કાઢી હતી ઠેર ઠેર ડેસરના સમર્થકોએ ઉમેદવારનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું, મહિલાઓએ પણ ઉમેદવારનું બહુમાન કર્યું હતું. સમગ્ર ડેસરમાં કેસરિયા માહોલ છવાઈ ગયો હતો અને મતદાન દિવસે સૌ કોઈ કમળને મત આપવા ઉસ્તાહી જણાતા હતા.
નર્સિંગ સ્ટાફની સેવા સુશ્રુશાને બિરદાવતા ભાજપમાં ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ સમગ્ર શહેરમાં ભાજપાના ઝંઝાવાતી પ્રચાર-સંપર્ક અંતર્ગત ડૉ. હેમાંગ જોષી બપોરે સલાટવાડા ખાતે આવેલ IMA હાઉસ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા આયોજિત સંમેલનમાં વાર્તાલાપ માટે પહોંચ્યા હતા તેઓની સાથે ભાજપા શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ, ભાજપા મધ્યઝોન ડોક્ટર સેલના કન્વીનર ડૉ.મિતેશ શાહ પણ જોડાયા હતા. જ્યાં નર્સિંગ એસોસિએશનના પ્રમુખ, મહામંત્રી અને નર્સિંસ દવારા ફુલમાળા પહેરાવી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત નર્સિંગ સ્ટાફને સંબોધતા જણાવ્યું હતુ કે મધ્ય ગુજરાતની સૌથી મોટી અને સૌથી વધારે સાધન, સામગ્રી અને સુવિધાઓથી સજજ એસ.એસ.જી. હોસ્પિટલ સહિત શહેરના અન્ય સરકારી દવાખાનાઓમાં તેમજ પ્રાઇમરી/અર્બન હેલ્થ સેન્ટરમાં નિષ્ઠાપૂર્વક પીડિત જનોની કાળજીથી સેવારત સ્ટાફની સેવા સુશ્રુષા ને બિરદાવુ છું.
હું પણ એક ડોક્ટર છું અને મેં નર્સિંગ સ્ટાફની સેવાઓને નિહાળી છે. સમાજમાં અને વિશેષ કરીને દવાખાનાઓમાં તેઓનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દવારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
ગુરુવારના રોજ કળા-કરીગર અને છુટક મજુરી કરતા કામદારોને અભિલાષા ચાર રસ્તા સમા તથા દશામાં મંદિર ગોરવા વડોદરા ખાતે લોકસભા ૨૦૨૪વડોદરાના ભાજપાના ઉમેદવાર ડૉ.હેમાંગ જોષી, વડોદરા શહેર ભાજપા પ્રમુખ ડૉ. વિજય શાહ, મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી રાજેશભાઈ ડી. પ્રજાપતિ, શ્રીમતી રશ્મિબેન વાઘેલા તથા શ્રીમતી વર્ષાબેન વ્યાસ ની ઉપસ્થિતિમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા ના અધ્યક્ષ શ્રી ઉપેન્દ્રભાઈ (વિષ્ણુભાઈ) ડી. પ્રજાપતિ અને વરીયા પ્રજાપતિ યુવા સંગઠનના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ઝવેરભાઈ પ્રજાપતિ સંયુક્ત ઉપક્રમે ભાજપના સમર્થનમાં, જનજાગૃતિ માટે અભિયાન રાખવામાં આવ્યું હતું જેમાં બે હજાર થી વધુ શ્રમિકો ને મતદાન કરવા અને કરાવવા, સવારે ૭ થી ૧૦ માં વહેલા વોટીંગ કરવા, સગા સંબંધી/મિત્રોને પ્રેરિત કરવા, વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ભાજપાના ઉમેદવાર ના પ્રચાર-પ્રસાર ની માહિતી આપતી પત્રિકા નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં શ્રમિકો રોજી-રોટી મેળવવા ભેગા થાય છે તેવા 20 થી વધુ સ્થળોએ સમાજના અગ્રણીઓ દ્વારા તેઓને મતદાન માટે પ્રેરીત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Reporter: News Plus