વડોદરા : પીસીબીની ટીમ આબુ રોડ સબ જેલ ખાતે નામચીન બુટલેગર સુનિલ ઉર્ફ અદો ને પકડવા પહોંચી ગઈ હતી.પરંતુ સુનિલ ઉર્ફે અદો ફરાર થયો હતો. તેની સામે અટકાયતી કાર્યવાહી માટે ગયેલી પોલીસ ટીમને ગુમરાહ કરી કાયદાના જાણકાર મળતીયાઓ છટકબારી શોધી નામચીન બુટલેગરને ફરાર થઈ જવામાં મદદ કરતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં આજવા રોડ પર આવેલા સરદાર એસ્ટેટમાં વિદેશી દારૂના કટિંગનો smc એ ગત જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં રેકોર્ડ બ્રેક કેસ કર્યો હતો. પોણા કરોડથી વધુનો વિદેશી દારૂ અને ટ્રક, દૂધ વાહન સહિત 13 વાહનો કબજે કરી સુનિલ ઉર્ફે અદો અને તેના ચાર સાગરીતોની ધરપકડ કરાઈ હતી. ચારેક મહિનાથી કેદ સુનિલ ઉર્ફે અદો વડોદરા જેલ સ્ટાફની કૃપાથી મજા કરતો હતો. ગત માર્ચ મહિનામાં વડોદરા જેલમાંથી મળી આવેલા ત્રણ મોબાઈલ ફોનના મામલામાં પણ સુનિલ ઉર્ફે અદોની સંડોવણી સામે આવતા વડોદરા પોલીસ એ ગુનો નોંધી ધરપકડ કરી હતી. સુનિલ વડોદરા જેલમાં બેઠાં બેઠાં પોતાનું નેટવર્ક સંભાળતો હોવાનું તેમજ બહાર નીકળવા માટે મળતીયાઓની મદદથી પ્લાન બનાવી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વડોદરામાં જેલવાસ ભોગવી રહેલાં સુનિલ કેવલરામાણી ઉર્ફે અદો સામે રાજસ્થાન એક્સાઈઝ વિભાગે ભૂતકાળમાં એક કેસ નોંધ્યો હતો. જે કેસમાં રાજસ્થાન એક્સાઈઝે ચારેક દિવસ અગાઉ વડોદરા જેલ ખાતેથી સુનિલનો ટ્રાન્સફર વૉરંટથી કબજો મેળવ્યો હતો. સુનિલ ઉર્ફે અદોને એક્સાઈઝ ચોરીના કેસમાં અદાલતે રાહત આપી હોવાની જાણ થતાં વડોદરા પીસીબીની ટીમ આબુ રોડ સબ જેલ ખાતે પહોંચી ગઈ હતી. સુનિલ ઉર્ફે અદો સામે અટકાયતી કાર્યવાહી માટે ગયેલી પોલીસ ટીમને કાયદાના જાણકાર મળતીયા છટકબારી શોધી સત્તાધીશો ને ગુમરાહ કરી આબુ રોડના જેલમાંથી નામચીન બુટલેગરને ફરાર થઈ જવામદદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સુનિલ ઉર્ફે અદો આબુ રોડ જેલ ખાતેથી એક ગાડીમાં બેસીને નાસી છૂટ્યો હોવાની જાણકારી મળતા વડોદરા પોલીસ નિરાશા સાથે પરત ફરી છે. ઉલ્લેખનીય છે કે, નામચીન બુટલેગર સુનિલ કેવલરામાણીએ વડોદરા પોલીસને થાપ આપી ફરાર થઇ જતા વડોદરા પોલીસ માટે પડકાર ફેંક્યો છે, વડોદરા પોલીસ
પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે જણાવ્યું હતું કે પકડવા માટે ટીમો મોકલી છે જલ્દી પકડી લેવામાં આવશે, જલ્દી પોલીસ ની ગીરફ્ત માં આરોપી સુનિલ હશે. આ દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસની આંટી ગુટી માંથી છટકવા લાખો રૂપિયા સુનિલ અદો એ વેર્યા હોવાની ચર્ચા છે.
Reporter: News Plus