વડોદરા : ગરમીમાં રાહત મળે તે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્રારા ટ્રાફિક પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગ્રેડના માનદ સેવકોને સમર પ્રોટેકશન કીટ અપાઈ છે.

વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજરોજ જંકશન પર ઊભા રહેતા ટ્રાફિક જવાનો માટે કડકતી તાપ સામે રક્ષણ મળી શકે તે માટે હાઇડ્રેશન કીટની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પાણીનું બોટલ જે ઠંડુ રાખી શકે સ્ક્રીન લોશન, એક છત્રી ,ઓઆરએસ તમામ પ્રકારની કીટમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

વધુમાં પોલીસ કમિશનર નરસિંહમાં કોમર જણાવ્યું કે આ વર્ષમાં 40 થી વધુ ટકા કેસો નોંધવામાં આવ્યા છે ટ્રાફિક ઉલ્લંઘનના અને પહેલી એપ્રિલથી એક થી ચાર વાગ્યાના વચ્ચે જ્યારે અધિકતમ તાપમાન હોય છે તે સમયે ટ્રાફિક સિગ્નલ ખોલી પાડવામાં આવી છે જેથી ટ્રાફિક સિગ્નલમાં વાધારીઓને ઊભું ના રહેવું પડે.






Reporter: admin