News Portal...

Breaking News :

જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન

2025-04-18 13:21:34
જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન


વડોદરા : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.



વડોદરાના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં 159 જેટલા રાજ્યકક્ષાના બેડમિન્ટન ખેલાડીઓએ ભાગ લીધો હતો.અંદર 11,14 અને 17 ભાઈઓ તથા બહેનોની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે 


વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલા જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર ઉપર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ 14 એપ્રિલ થી લઈને 26 એપ્રિલ સુધી ચાલશે. રાજ્યના ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુ સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post