અમદાવાદ : બિલ્ડીંગ મટીરીયલનો વ્યવસાય કરતા એક યુવાને જના સ્મોલ ફાઈનાન્સ બેંકમાંથી લોન લીધી હતી. તેના હપ્તા ભરાતા હતા છતાં રિકવરીના કર્મચારીઓ માનસિક ત્રાસ આપતા હતા. તેમજ એક પિતા પુત્ર અને અન્ય એક વ્યક્તિ મળી ચાર કુલ ચાર વ્યક્તિ ભેગા મળી યુવકની મિલકત ખોટી રીતે બાનાખત કરી પડાવી લીધી હતી. તેથી તનાવગ્રસ્ત યુવકે વડોદરાના વેમાલીની એક હોટલમાં આપઘાત કર્યો હતો.
મળતી વિગત મુજબ ભાવનગર બજરંગદાસ બાપા નગરમાં રહેતા પચાસ વર્ષના કિશોરસિંહ હરિસિંહ સરવૈયાએ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે મારો નાનો ભાઈ મહાવીર સિંહ તેની પત્ની ભગવતી બા દીકરી હેમાંગીબા અને દીકરા યશરાજસિંહ સાથે છેલ્લા ૧૫ વર્ષથી અમદાવાદ રહે છે. મહાવીરસિંહ ચાણક્ય સ્કૂલની ફ્રેન્ચાઈઝી આપતા જે કોરોના સમયમાં બંધ થઈ ગઈ હતી. તેથી યોગેશ સોની નામની વ્યક્તિ સાથે પાર્ટનરશીપમાં સીએસ કોર્પોરેશન નામની કંપની શરુ કરી બિલ્ડીંગ મટીરીયલનો વેપાર કરતા હતા. મહાવીરસિંહના મિત્ર ભાઈ ચાડ હતા તેમણે મને ૨૨મે ૨૦૨૪ના રોજ ફોન પર જણાવ્યું હતું કે મહાવીરસિંહ ફોન નથી ઉપાડતા એટલે મેં મહાવીરસિંહનું લોકેશન જોયું તો વડોદરા આવતું હતું.
તેથી અમે વડોદરા જવા માટે નક્કી કર્યું હતું. મેં મારી સાથે મારા કાકાના દીકરા ધર્મેન્દ્રસિંહને પણ આવવા કહ્યું અમે રસ્તામાં હતા ત્યારે ભુપતભાઈનો ફરી ફોન આવ્યો અને જણાવ્યું કે મહાવીર સિંહ વડોદરાની દુમાડ ચોકડી પાસે આવેલી હોટલમાં ગળાફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું છે. પોલીસે તેની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને એક સુસાઇટ નોટ પણ મળી હતી. જેમાં આર્થિક સકડામણને કારણે બેંકના લોન ભરી શક્યા ન હતા તેવી માહિતી આપી હતી. અને બેંક અધિકારી અને કર્મચારી તેમને માનસિક ત્રાસ આપતા હતા. વ્યાજનું વ્યાજ ગણીને પણ પૈસા લઈ ગયા હતા. ઉપરાંતઉપરાંત મહાવીરસિંહના ચેકો પણ લીધા હતા. જન સ્મોલ ફાઈનાન્સ બેંકે તેમની વસ્ત્રાલની પ્રોપર્ટી હોવા છતાં રિકવરીના માણસો ઉઘરાણી ચાલુ રાખી હતી. સહર ઈશ્વર દેસાઈ અને એનો દીકરો વિશાલ દેસાઈએ ભેગા મળી મહાવીરનો ૨૧ વર્ધમાન કૃપા બંગલો પણ બળજબરીથી બાનાખત કરી લીધો હતો. ભુપતભાઈની શીલજ ખાતે આવેલા બંગલાની બાજુનો જયેશ વાડીલાલ પટેલના નામે હતો જેનો લોન લેવા માટે ઉપયોગ કર્યો હતો જયેશભાઈની પણ દાનત બગડતા મહાવીરના બંગલાનું બાનાપત કરવા માટે કહેલું હતું છતાં બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી તેઓ મને હેરાન કરે છે તેમ જણાવ્યું હતું. તેથી કંટાળીને વેમાલી નજીકની હોટલના રૂમમાં ૨૨મી મેના રોજ રાત્રે ૧:૩૦ વાગ્યે આત્મહત્યા કરી હતી. તેથી જના ફાઇનાન્સ બેન્કના રિકવરીના કર્મચારી, સાહર ઈશ્વર દેસાઈ અને તેમના દીકરા વિશાલ દેસાઈ તથા અમદાવાદના જયેશ વાડીલાલ પટેલ મળી ચાર સામે ફરિયાદ નોંધાવી હતી.
Reporter: News Plus