સુરત: ઈન્ટરનેશનલ એરપોર્ટની પર આપઘાતની ઘટના સામે આવી છે. CISF સેલના જવાન કિશન સિંહે એરપોર્ટના બાથરૂમમાં જઇ પોતાની બંદૂક વડે પેટના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા કિશનસિંહે બાથરૂમમાં જઈ બંદૂકથી પેટના ભાગે ગોળી મારી હતી.
ઘટનાની જાણ થતા જ અન્ય જવાનો તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે, તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ જવાને ક્યા કારણોસર આપઘાત તેનું કારણ જણવા મળ્યું નથી. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Reporter: admin