વડોદરા : જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વડોદરા ખાતે યુથ કોંગ્રેસનો રાષ્ટ્રીય પ્રોગ્રામ 'યંગ ઇન્ડિયા કે બોલ ' સિઝન-5 લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યંગ ઇન્ડિયાના બોલ કાર્યક્રમનો વીડિયો અને પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ભાજપે બેરોજગારી દૂર કરવા દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા દાયકામાં મોદી સરકાર 2014માં સત્તામાં આવી ત્યારથી, નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોમાંથી માત્ર 0.3%ને જ સરકારી નોકરી મળી છે. એટલે કે, દર 1,000 અરજદારોમાંથી માત્ર ૩ લોકોને જ કાયમી સરકારી નોકરી મળી હતી.વધુમાં કહ્યું કે, '2022માં રાજય મંત્રી જીતેન્દ્ર સિંહે સંસદમાં સ્વીકાર્યું હતું કે 2014થી સરકારને મળેલી 22 કરોડ અરજીઓમાંથી માત્ર 22.311 ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે મોદી સરકાર દર વર્ષે 2 કરોડ નોકરીઓનું સર્જન કરવાના પોતાના વચનને પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. 22 કરોડ અરજીઓની સંખ્યા દેશમાં રોજગારની નબળી સ્થિતિ દર્શાવે છે.'યંગ ઇન્ડિયાના બોલ' કાર્યક્રમ વિશે બોલતા, ફાલ્ગુન સોરઠીયા કહ્યું કે, આ ભયાનક ઘટનાઓએ ભારતીય યુવા કોંગ્રેસને ભાજપ સરકાર સામેના સંઘર્ષમાં સામેલ કરવા માટે પ્રેરણા આપી છે. આ વિચાર હેઠળ 'યંગ ઇન્ડિયા કે બોલ' નામનો પ્રવક્તા શોધ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ વર્ષે 'યંગ ઇન્ડિયા કે બોલ' ની સિઝન-5 મુખ્ય મુદ્દાઓ ડ્રગની સમસ્યા અને બેરોજગારીનો સમસ્યાનું નિરાકરણ લાવવા ભાજપ સરકારની સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. આ કાર્યક્રમ ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અભિયાન નૌકરી દો, નશા નહીં સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ્ય યુવાનો, વિદ્યાર્થીઓ. વ્યાવસાયિકો, પાયાના કાર્યકરો અને રાજકીય ઉત્સાહીઓને તેમનો અવાજ ઉઠાવવા અને આ બેજવાબદાર અભિવ્યક્તિનો વિરોધ કરવા માટે એક મંચ પૂરો પાડવાનો છે. તમારા મંતવ્યો સરકારને જણાવો.' તેમણે કહ્યું, આ સ્પર્ધા માટેની અરજી પ્રક્રિયા 15 ડિસેમ્બર, 2024થી 'With INC એપ' દ્વારા શરૂ થશે.

રસ ધરાવતા સહભાગીઓએ આ બંને મુદ્દાઓ પર તેમના વિડિયો સબમિટ કરવાના રહેશે. આ કાર્યક્રમના સહભાગીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આમંત્રિત કરવામાં આવશે. અને તેમને ભારતીય યુવા કોંગ્રેસના રાજ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા બનવાની અનન્ય તક પૂરી પાડવામાં આવશે. તે જ સમયે, તેઓને સંબંધિત મુદ્દાઓ પર પક્ષના વિચારો વ્યક્ત કરવાની તક પણ મળશે. અંતમાં તેમણે દેશના યુવાનોને અપીલ કરી કે, ' બધાને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લેવા આહવાન કરવામાં આવે છે. બેરોજગારી ઘટાડવામાં સરકાર અને તેમને ડ્રગની સમસ્યાને નિયંત્રિત કરવા માટે અસરકારક પગલાં લેવા દબાણ કરે છે. તમારો અવાજ ઉઠાવવાની અને પરિવર્તનનો ભાગ બનવાની આ એક સુવર્ણ તક છે.'યંગ ઇન્ડિયા કે બોલ' ફાલ્ગુન સોરઠીયા એ જણાવ્યું હતું કે, એ દેશભરના યુવાનો માટે તેમના વિચારો વ્યક્ત કરવા અને અમારી સાથે જોડાવા માટેનું પ્લેટફોર્મ છે. આ મંચમાં યુવાનો બેરોજગારી સામે પોતાના મંતવ્યો રજૂ કરશે. આજે દેશના યુવાનો પાસે રોજગાર નથી. સ્થિતિ એવી છે કે IIT-IIMના વિધાર્થીઓને પણ રોજગાર નથી મળી રહ્યો તેમણે એમ પણ કહ્યું કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. 55% વસ્તી યુવાનો છે. વિશ્વનો દરેક પાંચમો યુવા ભારતીય છે. ભારત ક્યારેય આટલું જુવાન નહોતું આટલી યુવા વસ્તી, શિક્ષિત લોકો, પરંતુ વાસ્તવિકતા શું છે? એક કલાકમાં બે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. યુવાનોની આત્મહત્યાએ ખેડૂત આત્મહત્યાના દરને પણ વટાવી દીધો છે. તે કેટલું દુઃખદાયક છે કે આત્મહત્યાનો દર વસ્તી વૃદ્ધિ કરતાં આગળ નીકળી ગયો છે. એક ષડયંત્ર હેઠળ આ યુવાનોને નશામાં ધકેલવામાં આવી રહ્યા છે. યુવક હોશમાં હશે તો નોકરી માંગશે. તેથી તેને નશામાં ધકેલી દેવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે દેશના યુવાનોને અપીલ કરતા કહ્યું કે તેઓ પોતાનો જીવ ન ગુમાવે. તમે જે કરી શકો તે કરો, યુથ કોંગ્રેસ ખુલ્લા દિલે તમારા માટે પ્રતિબદ્ધ છે.આ દરમિયાન યંગ ઇન્ડિયાના બોલ કાર્યક્રમનો વીડિયો અને પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પવન ગુપ્તા(કા પ્રમુખ, વડોદરા યુવા કોંગ્રેસ), હરી ઓડાકા. પ્રમુખ, વડોદરા યુવા કોંગ્રેસ), ફાલ્ગુન સોરઠીયા (પ્રવકતા, વડોદરા યુવા કોંગ્રેસ), આશિષ કોટડીયા (પ્રવકતા ભારતીય યુવા કોંગ્રેસ) ઉપસ્થિત રહ્યા હતા.



Reporter: admin







