વડોદરા : શહેરના આજવા રોડ પર આવેલી સોસાયટીમાં દીકરીના જન્મ દિવસની પાર્ટીમાં ૧૦ વાગ્યા બાદ ડીજે વગાડી તથા ડાન્સ કરીને જોરજોરથી ચીચયારીઓ પાડતા હતા.
જેથી બાપોદ પોલીસ દ્વારા ડીજે સંચાલક સહિતના ચાર લોકો વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ બદલ ગુને તથા બે લોકો વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત પોલીસ દ્વારા ડીજે પણ કબજે કરવામા આવ્યું છે.વડોદરા શહેરના આજવા રોડ પરડીજે જપ્ત કરવા સાથે બે સામે પિધેલાનો પણ કેસ કરાયો હતો.સયાજીપાર્ક સોસાયટી પાછળ હરીકૃષ્ણ ટાઉનશિપ મકાન નંબર ૧૩ની સામે મકાનમા જન્મ દિવસમાં ડીજે વગાડે છે અને તેમાં જોરજોરથી બુમો પછી ડેન્સ કરીને ધમાલ પણ મથા મેહુલ છે.
તેવી વર્ધી પેટ્રોલિંગમાં ફરી રહેલા બાપોદ પોલીસનેમળી હતી. જેથી પોલીસે ઘટના સ્થળ પર જઇને તપાસ કરતા દીકરીની જન્મદિવસની પાર્ટી ડિજે વગાડતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાપોદ પોલીસ દ્વારા પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ડીજેના સંચાલક હર્ષ રાધેશ્યામ ધોબી (રહે. રાજીવનગર વીઆઇપી રોડ વડોદરા) સહિત શંકર રાજારામ રાય, જીતેન રાજુ મારવાડી તથા કાંતિ સલાટ વિરુદ્ધ પેલેસ કિંમશરના જાહેરનામાનો ભંગનો ગુનો નોંધ્યો હતો અને ડીજે પણ કજે કરાયું હતું. ઉપરાંત ડાન્સ કરનાર બે લોકો નશો કરેલી હાલતમા તેમના વિરુદ્ધ તેમના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી શરુ કરી છે.
Reporter: admin







