વડોદરા : બ્રેલ લીપીના શોધક લુઈસ બ્રેઈલ ની 215 મી જન્મ જયંતી નિમિત્તે ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિ સેવા ટ્રસ્ટ દ્વારા લૂઈની જન્મ જયંતિ નિમિત્તે અંધજનો માટે વાંચન સ્પર્ધા હરિભાઈ અને એના ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

ફ્રાન્સના રહેવાસી લુઈસ બ્રેઈલ જન્મથી જ નેત્રહીન નહોતા, પરંતુ જ્યારે તેઓ ખૂબ નાના હતા, ત્યારે એક અકસ્માતમાં તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. લુઈસ બ્રેઈલના પિતા, રેલે બ્રેઈલ, શાહી ઘોડાઓ માટે કાઠી બનાવાનું કામ કરતા હતા. 3 વર્ષની ઉંમરે એક દિવસ લુઈસ બ્રેઈલ તેના પિતાના ઓજારો સાથે રમી રહ્યા હતા ત્યારે અચાનક તેમાંથી એક ઓજાર તેમની આંખ પર અથડાયું હતું. શરૂઆતમાં સારવાર કરાવ્યા બાદ થોડી રાહત થઈ હતી, પરંતુ સમય વીતતા તેમની તકલીફ વધતી જ ગઈ.

ત્યારે નેત્રહીન લોકો માટે બ્રેઈલ લિપિની શોધ કરનાર લુઈસ બ્રેઈલનો જન્મ આજના દિવસે 1809માં ફ્રાન્સના કુપ્રેના એક નાના શહેરમાં થયો હતો. લુઈસ 4 ભાઈ- બહેનોમાં સૌથી નાના હતા. લુઈસ બ્રેઈલ કે જેઓ પોતે નેત્રહીન હોવા છતાં નેત્રહીન લોકોને વાંચવા અને લખવા સક્ષમ બનાવવા માટે એક નવી શોધ કરી, જેમને બ્રેઈલ લિપિ કહેવામાં આવે છે અને તેની મદદથી આજે મોટી સંખ્યામાં નેત્રહીન લોકો પોતાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યારે આજે લુઈસ બ્રેઈલ ની 215 મી જન્મ જયંતી નિમિત્તે ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિ સેવા ટ્રસ્ટ દ્વારા લૂઈ ની જન્મ જયંતિ નિમિત્તે અંધજનો માટે વાંચન સ્પર્ધા હરિભાઈ અને એના ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.






Reporter: admin