News Portal...

Breaking News :

પાલિકામાં સંકલનની બેઠકમાં સાંસદ દ્વારા વિવિધ મુદ્દે સૂચનો કરાયા

2025-03-16 10:05:10
પાલિકામાં સંકલનની બેઠકમાં સાંસદ દ્વારા વિવિધ મુદ્દે સૂચનો કરાયા


વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ડભોઇના ધારાસભ્યને જ વિશ્વાસમાં ના લેવાયા હોવાની ઉગ્ર રજુઆત 
વડોદરા મહાનગર પાલિકા ખાતે યોજાયેલ સાંસદ ધારાસભ્યની સંકલન બેઠકમાં સાંસદ હેમાંગ જોશી દ્વારા શહેરના વિવિધ મુદ્દાઓ ને લઈ રજૂઆત કરી હતી અને જરૂરી સૂચન કર્યા હતા. આ બેઠકમાં ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાએ પણ બિલ, કલાલી અને ભાયલીના કેટલાક કામો અંગે કમિશનરને ધારદાર રજૂઆતો કરી હતી. તેમણે કહ્યું કે વિશ્વામિત્રીના કિનારે કલાલી અને મારેઠા જેવા ડભોઇ વિધાનસભાના ગામો આવતા હોવા છતાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ બાબતે તેમને વિશ્વાસમાં લેવાયા નથી. 


સંકલન બેઠકમાં સાંસદ દ્વારા ખાસ કરીને અકસ્માતો નું નિરાકરણ લાવવા માટે શહેરમાં જે રસ્તા પહોળા છે તેવા રસ્તા નક્કી કરી જો સ્પીડ બ્રેકર ન લગાવી શકાય તેમ હોય તો રબર સ્ટ્રીપ લગાવવામાં આવે જેથી વાહનોની સ્પીડ કંટ્રોલમાં રહે અને આ કાર્યવાહી પાલિકા અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે કરે એવું સૂચન કર્યું હતું આ સાથે વોર્ડ નંબર ત્રણ અને કેટલાક વિસ્તારમાં પાણીના પ્રેસરની જે સમસ્યા છે તે મુદ્દે કમિશનરનું ધ્યાન દોર્યું હતું અને હાલમાં ચાલી રહેલ વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે પણ માહિતી મેળવી હતી.બેઠકમાં ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાએ રજૂઆત કરી હતી કે ભાયલીમાં મચ્છરોનો ત્રાસ છે. વરસાદી ગટરો બની રહી છે તેમાં હજું યોગ્ય કામગિરી કરી નથી તેની રજૂઆત કરી છે. 


ઉપરાંત  ભાયલી તળાવનું કામ રોકવામાં આવ્યું છે. સ્ટેન્ડીગ કમિટી કામ મંજૂર કરતી નથી.આ સાથે ભાયલીના કેટલાક રસ્તા અને બિલ અને કલાલીના રસ્તાઓના કામો પણ બાકી છે તે પણ તાકીદે કરવાનું કહ્યું છે. ધારાસભ્યોની રજૂઆતો હોય તો પણ અવરોધો આવે છે જેથી ડેવલપમેન્ટ રોકાય તેના પ્રત્યાઘાત કોર્પોરેશનની ચૂંટણી પરપડશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કલાલીમાં તો વરસાદી પાણીના નિકાલની વ્યવલસ્થા જ નથી. ડ્રેનેજની વ્યવસ્થા પણ નથી. વિશ્વામિત્રી નદીના કામોમાં ડભોઇના ધારાસભ્યને વિશ્વાસમાં લેવાયા નથી તેમ જણાવી તેમણે કહ્યું કે કલાલી અને  મારેઠા વિશ્વામિત્રીના કિનારે છે તો કમસે કમ અમારા નોલેજમાં આ બાબત આવવી જોઇએ. ચોમાસા પહેલા વરસાદી ગટરના કામો અને રસ્તાના કામો કરાય તેવી સૂચના આપી છે.

Reporter: admin

Related Post