News Portal...

Breaking News :

SSGHમાં સવારે એકાએક આગ ફાટી નિકળી :દર્દીઓનો બચાવ થયો

2024-06-19 11:18:07
SSGHમાં સવારે એકાએક આગ ફાટી નિકળી :દર્દીઓનો બચાવ થયો


સરકારી SSGHમાં આજે સવારે એકાએક આગ ફાટી નિકળી હતી. આ ઘટનાની જાણ થતા  દાંડીયા બજાર ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. 


આ ઘટના સમયે ઓપરેશન થીયેટર નજીકના વોર્ડમાં દાખલ દર્દીઓને સમયસર સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. કોઇ જાનહાની નહી થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે, એસએસજી હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ આવેલી છે. પરંતુ તે અસરકારક રીતે કાર્યરત નથી. તાજેતરમાં જ ફાયર વિભાગ દ્વારા સેફ્ટી સંદર્ભે એસએસજી હોસ્પિટલ સામે કાર્યવાહી કરી હતી.વડોદરામાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ માં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. સવારે 8 વાગ્યાના આરસામાં એસએસજી હોસ્પિટલના ઇએન્ડટી વિભાગના ઓપરેશન થીયેટરમાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે.


પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, સ્વીચ પાડ્યા બાદ મશીનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે. આ ઘટનામાં તાત્કાલીક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. આ ઘટના બાદ ઓપરેશન થીયેટર નજીકના વોર્ડમાં દાખલ દર્દીઓને તાત્કાલીક અન્યત્રે શીફ્ટ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નહી આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

Reporter: News Plus

Related Post