News Portal...

Breaking News :

પીઓકેમાં એલઓસી પાસે ભારતના દુશ્મન હમઝાનું કપાયેલું માથું મળ્યું

2024-06-19 11:12:16
પીઓકેમાં એલઓસી પાસે ભારતના દુશ્મન હમઝાનું કપાયેલું માથું મળ્યું


અજાણ્યા બંદૂકધારીઓએ ભારતનો વધુ એક દુશ્મન ઠાર કરાયો હતો. પાકિસ્તાની સેનાના નિવૃત બ્રિગેડિયર અને ISIના વ્યક્તિ આમિર હમઝાની હત્યા કરી નાખી હતી.


હમઝા ભારત વિરુદ્ધ ISIની આગેવાની હેઠળની કાર્યવાહીમાં સામેલ હોવાનું જાણીતો હતો. અને તે જમ્મુ- કાશ્મીરમાં સુંજવાન આર્મી કેમ્પ પર 2018માં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ હુમલામાં છ જવાન શહીદ થયા હતા. તેમજ 12 કરતા પણ વધુ ઈજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાની પોલીસે આ એક ટાર્ગેટ કિલિંગ હોવાનું જણાવ્યું હતું.આ જ હુમલામાં સામેલ અન્ય એક આતંકવાદીની ગયા નવેમ્બરમાં  હત્યા કરવામાં આવી હતી. લશ્કરનો કમાન્ડર ખ્વાજા શાહિદ ઉર્ફે મિયાં મુજાહિદ મુખ્ય કાવતરાખોર હતો. તેનું માથું પીઓકેમાં એલઓસી પાસે કપાયેલું મળી આવ્યું હતું. 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમઝાની પત્ની અને પુત્રી પણ તેની સાથે કારમાં હતા. અને તેને પણ ઈજાઓ થઈ હતી. પોલીસે કહ્યું છે કે માર્યા ગયેલા ISI એજન્ટને કોઈની સાથે અંગત દુશ્મની નહોતી. પાકિસ્તાની પોલીસે આ એક ટાર્ગેટ કિલિંગ હોવાનું જણાવ્યું હતું.આ હુમલો પંજાબના ઝેલમ માં થયો હતો. હમઝાની કાર પર બે બાઈક પર સવાર ચાર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. પાકિસ્તાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે કાર હમણાં જ ઝેલમના લીલા ઇન્ટરચેન્જ પર પહોંચી હતી જ્યારે બે બાઇક પર સવાર ચાર લોકોએ તેને બંને બાજુથી ઘેરીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પાકિસ્તાન પોલીસે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, 'અમે આ હત્યાની તપાસ કરી રહ્યા છીએ.'

Reporter: News Plus

Related Post