News Portal...

Breaking News :

વડોદરા ગોરવા પોલીસની સફળતા

2026-04-12 10:44:29
વડોદરા ગોરવા પોલીસની સફળતા


ગઈ કાલે અપહરણમાંથી ૧૬ વર્ષની સગીર બાળકીનું બિહાર-નેપાળ બોર્ડર પાસેથી રેસ્ક્યુ


ચૂંટણી વચ્ચે ગોરવા પોલીસે બાળકીને બિહાર-નેપાળ બોર્ડર પાસેથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું
વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મધ્યમાં ગોરવા પોલીસે એક નોંધપાત્ર સફળતા હાસલ કરી છે. ગઈ તા. ૨૦/૦૨/૨૦૨૬ના રોજ ગોરવા બી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ મર્ક્યુરી કંપની રીફાઈનરી રોડ પાસેથી ૧૬ વર્ષની સગીર બાળકીનું અપહરણ થયું હતું. આ બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર ૧૧૧૯૬૦૦૭૨૬૦૦૮૮/૨૦૨૬ નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭(૨) હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ અપહરણના આરોપી અમીર ઉર્ફે અમન રાજદેવ સદાયના લગ્ન કરવાના ઈરાદે બાળકીનું અપહરણ કરી ભાગી ગયો હતો અને તે બિહાર-નેપાળ બોર્ડર પાસેના વિસ્તારમાં છુપાયેલ હોવાની માહિતી મળી હતી. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સેક્ટર-૧ અધિક પોલીસ કમિશનર ડૉ. સુધીર દેસાઈ, ઝોન-૧ DCP જગદીશ ચાવડા અને B ડિવિઝન ACP આર.ડી. કવાનાઓના માર્ગદર્શન હેઠળ ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે.એન. લાઠીયાએ જાતે તપાસ સંભાળી હતી.પોલીસે અલગ-અલગ ટીમો બનાવી CCTV ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને જાહેર સ્થળો પર તપાસ કરી હતી. બાળકીના ફોટા સાથે પોસ્ટર બનાવી મીડિયા અને જાહેર સ્થળોએ પ્રસારિત કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બાળા અને આરોપી બિહાર-નેપાળ બોર્ડર પાસે હોવાની માહિતી મળતાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.કે. વાળાને સ્ટાફ સાથે ત્યાં મોકલવામાં આવ્યા હતા. તેમણે ત્યાંથી અપહૃત બાળા અને આરોપીને શોધી કાઢ્યા હતા અને કાયદેસર કાર્યવાહી કરીને બાળાને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.આ સફળ તપાસમાં ગોરવા પોલીસની ત્વરિત અને વ્યવસ્થિત કાર્યપદ્ધતિની પ્રશંસા થઈ રહી છે. ફરિયાદી અને પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો છે. વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ આ કાર્યવાહીને સારી તપાસનું ઉદાહરણ ગણાવ્યું છે.આ ઘટના ચૂંટણીના સમયે પોલીસ વિભાગની સતર્કતા અને ક્ષમતાને દર્શાવે છે. પોલીસે નાગરિકોને અપહરણ અને બાળકોની સુરક્ષા અંગે સતર્ક રહેવા અપીલ કરી છે.

Reporter: admin

Related Post