ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની યાદી જણાવે છે કે ગઈ મધ્યરાત્રિના બે વાગ્યે સહયોગી દળો સહિત કંપનીની અગ્નિ શમન ટીમોએ આગ સંપૂર્ણ રીતે બુઝાવી દીધી હતી.
ગઈકાલે રિફાઇનરીની બેનઝીન ટેંકમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. ઇન્ડિયન ઓઇલ દ્વારા આ ઘટનાના કારણોની તલસ્પર્શી તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે હાલમાં રિફાઇનરી ની કામગીરી યથાવત ચાલી રહી છે અને ઉત્પાદન અવરોધ વગર થઈ રહ્યું છે.
આ દુર્ઘટનાના પ્રબંધનમાં અને બચાવ કામગીરીમાં સ્થાનિક તંત્ર - અધિકારીઓ અને નજીકના ઉદ્યોગોના સહયોગને રિફાઇનરી સત્તાતંત્રે બિરદાવવા ની સાથે સૌનો આભાર માન્યો છે.કાર્યવાહીમાં પ્રગતિની સમયાંતરે જાણ કરવામાં આવશે તેમ યાદી જણાવે છે.
Reporter: admin