News Portal...

Breaking News :

ઈકેવાયસી માટે વહેલી સવારથી લાંબી કતારો

2024-11-12 11:43:04
ઈકેવાયસી માટે વહેલી સવારથી લાંબી કતારો


વડોદરા : જિલ્લા કલેકટરની જૂની કચેરીમાં ભયજનક બિલ્ડિંગમાં  ઇકેવાયસી ની કામગીરી થઈ રહી છે.



પી ડબ્લ્યુ ડી શાખાએ બિલ્ડીંગ ને આગ લાગ્યા બાદ ભય જનક જાહેર કર્યું છે.ભયજનક અને પ્રવેશ નિષેધના બોર્ડને પણ અધિકારીઓ ગણકારતા નથી.ઈકેવાયસી માટે વહેલી સવારથી લાંબી કતારો લાગે છે.સવારે 6:00 વાગ્યાથી ઈ કેવાયસી માટે બાળકોને લઈ પરિવાર  કતારમાં લાગી જાય છે.50 થી 200 સુધી ટોકનોનુ વિતરણ કરવામાં આવે છે.માત્ર બે જ કોમ્પ્યુટરમાં કામ થતું હોવાથી નાગરિકોને પારાવાર મુશ્કેલી પડે છે.


મોડી સાંજ સુધી પરિવાર સાથે ઇકેવાયસી કરાવવા રાહ જોવી પડે છે.જિલ્લાનું તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી નાગરિકોની માંગ છે.તંત્રની ભૂલોના કારણે જ નોકરી ધંધા છોડી ધક્કાખાવા પડી રહ્યા છે.100 થી 200 ટોકનો આપી કામગીરી કરતા હોવાનો કર્મચારીનો લૂલો બચાવ કરે છે.

Reporter: admin

Related Post