વડોદરા : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સે કોરોનાના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા નડિયાદ-મોડાસા રેલવે સેક્શન પર ઓવરહેડ વીજ વાયરના ચોરોને પકડીને નોંધપાત્ર સફળતા મેળવી છે.
વિભાગીય સુરક્ષા કમિશનર ધરમરાજ રામે જણાવ્યું હતું કે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ વિભાગના નડિયાદ-મોડાસા રેલ્વે વિભાગ પર ઓએચઈ વાયરની ચોરીના ગુના પર સખત મહેનત અને સતત મોનીટરીંગ દ્વારા ચોરીના આરોપીઓને રાજસ્થાનના ભીલવાડા જીલ્લા અને હિંમતનગર, અરવલી,ખેડા તથા અમદાવાદ વિસ્તારમાં ચોરીના આરોપીઓના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં ખેડાના રહેવાસી રાકેશ અને ભીલવાડાના રહેવાસી દુલ્લાનાથને પકડીને ભારતીય રેલ્વે અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ચોરીનો આખો વાયર પણ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 2.5 લાખ રૂપિયા હતી.
આ માટે વિભાગીય સ્તરે, મદદનીશ સુરક્ષા કમિશનર સૂર્યવંશ પ્રસાદની આગેવાની હેઠળ, આઈપીએફ શ્રી ચંદ્ર મોહન અને વિક્રમ બલોડાની ટીમે ગુજરાત અને રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને સતત દેખરેખ રાખી હતી, જેના કારણે આરોપીઓ ઝડપાયા હતા. આ કેસમાં ફરાર પાંચ આરોપીઓના ઠેકાણાઓ પર સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર જીતેન્દ્ર સિંહે આરપીએફ ટીમની કાર્યવાહી અને સખત મહેનતની પ્રશંસા કરી અને તેમને પ્રશસ્તિપત્ર, મેડલ અને રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
Reporter: News Plus