વાળીનાથ થી હળમતિયા ને જોડતો મુખ્ય રસ્તો.છેલ્લા ઘણા સમય થી તૂટી જવા પામ્યો છે જેની વારંવાર રજૂઆતો કરવા છતા પણ આરોડ નું સમાર કામ નાં થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાય છે વાળીનાથ થી હડમતીયા સુધીનો મુખ્ય રસ્તો લાખો રૂપિયા ખર્ચી ને સરકાર દ્વારા નવો બનાવવામાં આવેલ પરંતુ પાંચ છ માસ ના ટૂંકા સમય માજ રોડ ઉપર કપચી છૂટી પડી જતા તત્રની પોલ ખુલ્લી પડી ગય હોય તેમ લાગી રહ્યું છે સદંતર રોડ તૂટી જવા પામેલ છે અને રોડ ઉપર પથ્થરને ડગરીઓ છૂટી પડી ગયેલ છે જેને કારણે ટુ વ્હીલર ના ચાલકો પોતાના ડેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા અનેકવાર પડવા વાગવાના બનાવો બનવા લાગ્યા છે જ્યારે ફોરવીલર ગાડી મા ટાયર ની અંદર કાક્રિયો વાગી જવાથી ટાયરો ને મોટા મોટા ચીરા પડી જતા વાહન ચાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે
જ્યારે વાળીનાથથી હળવતીયા સુધીનો રસ્તો એ મુખ્ય રસ્તો છે ત્યાંથી મોકરમોળા ટેકરાના મુવાડા જવાય છે અને આ પ્રજા ને આશીર્વાદ રૂપ નેવડેલો આ રસ્તો છેલ્લા ધણા સમય થી ખખડતા જ હાલતમાં થઈ ગયેલ છે જેથી ગ્રામ જનો એ ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે જેના કારણે વાહન ચાલકોને સમયનો અ ને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે જે બાબતે લાગતા વડતા અધિકારીઓને અનેક વાર ગ્રામ જનોએ રજૂઆતો કરવા છતાં તંત્રમાં કોઈ સાંભળનાર ના હોય એમ લાગી રહ્યું છે ત્યારે આ વિસ્તારના નેતાઓ ને પણ ગ્રામજનોએ રજૂઆત કરતા ટૂંક સમયમાં આ રોડ બની જશે નહીં હૈયાધારણા આપી હોવાનું જાણવા મળેલ છે
રિપોર્ટર પ્રજ્ઞેશ પટેલ
Reporter: News Plus