મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ ક્રમ માટે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી.
તેની સામે ઇ.ડબલ્યુ.એસ સહિતની અન્ય કેટેગરીમાં 35 ટકાથી 40% ધરાવતા વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળ્યો છે. જેને કારણે ગતરોજથી NSUI, એજીએસયુ તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગતરોજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે આંદોલનના ભાગરૂપે વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વાલીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાયનો ઘેરાવો કરી તેમને તેમનો ટપલીદાવ કર્યો હતો. જેમાં અમર વાઘેલા તથા નિખિલ સોલંકી સહિત કુલ ચાર વિદ્યાર્થી નેતાઓની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી. જેઓને કોર્ટમાં હાજર કરાયા બાદ જમીન મંજૂર કરાયા હતા. આ આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે.
જેમાં NSUI, agsu તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવો યોજી ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. જોકે આ આંદોલનની યુનિવર્સિટી સત્તાધીશોને સહેજ પણ પડી ન હોય તે રીતે તેઓ વિદ્યાર્થીઓની અને વાલીઓની રજૂઆત સાંભળવા બહાર આવ્યા ન હતા. અને સ્થાનિક પોલીસને આગળ કરી હતી આ સંદર્ભે પણ વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી સત્તાધીશોની આકરી ઝાટકણી કરી હતી. વિદ્યાર્થી આગેવાનોએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના ભાઈ PMO ઓફિસમાં ફરજ બજાવતા હોવાથી તેઓની સત્તાનો દૂર ઉપયોગ કરી રહ્યા છે.
Reporter: News Plus