33 વર્ષીય રેણુકાસ્વામીની હત્યાના સંબંધમાં કર્ણાટક પોલીસને તપાસ દરમ્યાન લોખંડના સળિયા, લાકડાના ક્લબ અને અન્ય પુરાવાઓ મળ્યા હતા,કન્નડ ફિલ્મ અભિનેતા દર્શન થૂગુદીપા અને તેની પત્ની પવિત્રા ગૌડા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી.બેંગલુરુમાં રેણુકાસ્વામીની હત્યામાં કથિત ભૂમિકા બદલ દર્શન થૂગુદીપા અને તેની પત્ની પવિત્રા ગૌડાની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન પોલીસે પુનઃપ્રાપ્ત કરેલા પુરાવાઓની યાદી :
• લાકડાના ક્લબ અને લોખંડના સળિયા જેનો ઉપયોગ હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો
• આરોપીઓના સીસીટીવી ફૂટેજ : રેણુકાસ્વામીને હત્યા સ્થળ પર લઈ જતા.
• દોરડા જેનો ઉપયોગ રેણુકાસ્વામીને બાંધવા માટે થતો હતો.
• મોબાઈલ લોકેશન : હત્યા સમયે આરોપી સ્થળ પરથી હોવાની વિગતો.
• કાર : બેંગલુરુ સુધી અપહરણ કરવા ઉપયોગ કરવામાં આવ્યો હતો.
• સીસીટીવી ફૂટેજ : હુમલો થયાની જગ્યાના.
• કાર : જેનો ઉપયોગ મૃતદેહને લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
• કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓના નિવેદનો.
• પાણી અને દારૂની બોટલો : જેનો ઉપયોગ આરોપીઓએ કર્યો હતો.
• રેણુકાસ્વામીએ પહેરેલા કપડાં ફોરેન્સિક ટીમને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
• કોલ રેકોર્ડ : તમામ આરોપીઓના.
• વોટ્સએપ ચેટ અને કોલ ડીટેઈલ : દર્શન અને તેના તમામ સહયોગીઓની.
• સબ ઈન્સ્પેક્ટરને ફોન કરતા આરોપીની કોલ ડિટેઈલ.
• સીસીટીવી ફૂટેજ : મૃતદેહનો નિકાલ કર્યા બાદ કારના.
• 30 લાખની વિગતો : જે દર્શન દ્રારા આરોપીઓને આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કર્ણાટક પોલીસને શુક્રવારે રેણુકાસ્વામીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળવાની શક્યતા છે. તે તેના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે. તથા પોસ્ટમોર્ટમ રિપોર્ટ એ પણ વિગતો આપશે કે શું આરોપીએ રેણુકાસ્વામી પર હુમલો કરતા પહેલા દારૂ પીવા માટે દબાણ કર્યું હતું. રેણુકાસ્વામીની 8 જૂને હત્યા કરવામાં આવી હતી અને તેમના મૃતદેહને બેંગલુરુના કામક્ષિપાલ્ય વિસ્તારમાં વરસાદી પાણીના ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસને હત્યાની જાણ ત્યારે થઈ જ્યારે એક ફૂડ ડિલિવરી બોયએ તેમને એક માણસના શરીર પર કૂતરાઓ નિપટવા અંગે ચેતવણી આપી. તપાસ દરમ્યાન 12 શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી, પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ નિવેદનના આધારે, દર્શન અને પવિત્રાને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. હત્યાની જાણ થતાં જ રેણુકાસ્વામીના માતા-પિતા અસ્વસ્થ હતા. રેણુકાસ્વામીના પિતા પોલીસ સ્ટેશનમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે "તે મારો એકમાત્ર પુત્ર હતો. ગયા વર્ષે તેના લગ્ન થયા હતા. મેં તેની સાથે શનિવારે જ વાત કરી હતી. મને ન્યાય જોઈએ છે"
Reporter: News Plus