વડોદરા: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસ રચતા પ્રથમ વખત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આપશે.

શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ વિશેષ મહત્વનું સાબિત થવાનું છે. પ્રથમ વખત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આપવા જઈ રહ્યા છે.આ પહેલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) અને શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક સ્તરે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

અત્યાર સુધી સમિતિ હેઠળ માત્ર ધોરણ 8 સુધીનું શિક્ષણ અપાતું હતું, પરંતુ હવે ઉચ્ચ શિક્ષણ માટે પણ રસ્તો મોકળો થશે.શિક્ષણ સમિતિના એક અધિકારીએ જણાવ્યું કે, "આમ સામાન્ય શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ હવે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી શકે છે, જે તેમના માટે એક મોટો માઈલસ્ટોન છે. આ પગલાને સફળ બનાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે."વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાઓમાં પણ આ અંગે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ નવી વ્યવસ્થા વિદ્યાર્થીઓને આગળ વધવા અને તેમના શૈક્ષણિક ભવિષ્ય માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ કરાવશે.
Reporter: admin