News Portal...

Breaking News :

દેશમાં પહેલીવાર ડ્રોનથી લોહીનો જથ્થો મોકલવાની સેવાનો પ્રારંભ.હાલોલથી 35 કિમી સુધીના વિસ્તારમાં

2025-02-25 18:37:05
દેશમાં પહેલીવાર ડ્રોનથી લોહીનો જથ્થો મોકલવાની સેવાનો પ્રારંભ.હાલોલથી 35 કિમી સુધીના વિસ્તારમાં


વડોદરા : અંતરિયાળ વિસ્તારોમાં તબીબી સેવા પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારે એ ક્રાંતિનું રણશિંગુ ફૂંકાયું હોવાનું ગણાતું હતું. 


જોકે અકસ્માત કે પ્રસૂતિ સમયે જ્યારે લોહી વધુ વહી જાય ત્યારે લોહીનો પુરવઠો મગાવવામાં સમય ઓછો પડે તેવી સ્થિતિનો ઉકેલ પણ હવે ડ્રોન ટેક્નોલોજીની મદદથી લાવવાનું શરૂ કરી દેવાયું છે. વધુમાં આ રીતે 35 કિમી એટલે છેક હાલોલથી ઘોઘંબા અને બોડેલી સુધી લોહી પહોંચાડવાની સેવા દર્દીઓ માટે સાવ મફત હોવાથી સોનામાં સુગંધ ભળી છે. છેલ્લા 3 મહિનામાં 2 ડ્રોનથી 8 કિસ્સામાં અંતરિયાળ વિસ્તારમાં લોહીની ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી છે.આ સેવાઓ શરૂ કરનાર વડોદરાની ઇન્દુ બ્લડ બેંકના ડો.વિજય શાહ કહે છે કે, વડોદરા શહેરની આસપાસ ખાસ કરીને આદિવાસી વિસ્તાર કે જ્યાં સિકલસેલ એનિમિયા તેમજ સામાન્ય એનિમિયાનું પ્રમાણ પણ વધારે છે. આવી જગ્યાઓમાં મહિલાની પ્રસૂતિ સમયે બ્લડ લોસને કારણે લોહીની જરૂર પડે ત્યારે સ્થિતિ વિપરીત થતી હોય છે. 


આ પ્રોજેક્ટ પોલીકેબ ઇન્ડિયાના સહયોગથી શરૂ કરાયો છે. ડ્રોન વડોદરાની બેટલ લેબ ઇન્ડિયા કંપનીએ પૂરાં પાડ્યાં છે. આ ડ્રોન રૂા.32 લાખના છે. આ જ કંપનીએ ડ્રોન પાઇલટ પણ આપ્યાં છે.ગુજરાતમાં વીજચોરી, પંજાબમાં ડ્રગ ટ્રેકિંગમાં પ્રાયોગિક શરૂઆતલંગર નાખીને વીજ ચોરી રોકવા માટેનો પાઇલટ પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કરાયો છે. જેમાં ડ્રોનમાં ફિટ કરેલો કેમેરા ક્યાં ક્યાં લંગર ફેંકાયેલાં છે તેને શોધી કાઢે છે. આ પ્રોજેક્ટમાં રાત્રે પણ ડ્રોન મોકલીને સફળતાપૂર્વક સરવે કરાયો છે. આ ઉપરાંત એક પ્રોજેક્ટ પંજાબમાં પણ પ્રાયોગિક ધોરણે શરૂ કરાયો છે. જેમાં ડ્રોન પરના કેમેરા વડે કોઇ પણ વાહનનો નંબર ક્લિક કર્યા બાદ સેન્સર વડે તેને એક્ટિવેટકરીને તે વાહન ક્યાં ક્યાં જાય છે તેને કિલોમીટરો સુધી ટ્રેક કરી શકાશે. પંજાબના ડ્રગ માફિયાનાં વાહનોને ટ્રેક કરવામાં આ ટેક્નીક ઉપયોગી પુરવાર થઇ શકે છે. તેમ ડો.વિજય શાહ, મેનેજિંગ ડિરેક્ટરએ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post