News Portal...

Breaking News :

તિરૂવનંતપુરમમાં યુવકે પરિવારના પાંચ સભ્યો અને તેની ગર્લફ્રેન્ડ સહિત છ લોકોની ક્રૂર હત્યા કરી

2025-02-25 17:22:09
તિરૂવનંતપુરમમાં યુવકે પરિવારના પાંચ સભ્યો અને તેની ગર્લફ્રેન્ડ સહિત છ લોકોની ક્રૂર હત્યા કરી


તિરૂવનંતપુરમ : કેરળની રાજધાની તિરૂવનંતપુરમ માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 


જ્યાં 23 વર્ષીય યુવકે પરિવારના પાંચ સભ્યો અને તેની ગર્લફ્રેન્ડ સહિત છ લોકોની ક્રૂર હત્યા કરીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જોકે, તેમાંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતાં. જ્યારે આરોપીની માતાની હાલત ખૂબ જ ગંભીર છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે, આરોપી તેના પિતા સાથે વિદેશમાં રહેતો હતો. તાજેતરમાં વિઝિટિંગ વિઝા પર પાછો ફર્યો હતો.હત્યા કર્યા પછી આરોપીએ ઝેર પીધું આરોપીની ઓળખ પેરુમાલાના રહેવાસી અફાન તરીકે થઈ છે. 5 લોકોની ક્રૂર હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. 


પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના રવિવારે 23મી ફેબ્રુઆરી સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનાર આરોપીએ જણાવ્યું કે તેના પરિવારના સભ્યોની હત્યા કર્યા પછી તેણે ઝેર પી લીધું હતું. પોલીસે આરોપીને હોસ્પિટલમાં દાખલ કર્યો છે.આરોપી અફાને કથિત રીતે તેના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી, જેમાં તેની દાદી, નાના ભાઈ અને અન્ય સંબંધીઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં આરોપીની દાદી સલમાબી, 13 વર્ષનો ભાઈ અફસાન, તેના પિતાનો ભાઈ લતીફ, લતીફની પત્ની શાહિદા અને ગર્લફ્રેન્ડ ફરઝાનાની ઓળખ થઈ છે.

Reporter: admin

Related Post