News Portal...

Breaking News :

ધક્કામુક્કીની અદાવતમાં વિદ્યાર્થીને ચાકુ ઘોંપી દીધું ઈજાગ્રસ્તનું મોત

2025-08-20 12:16:40
ધક્કામુક્કીની અદાવતમાં વિદ્યાર્થીને ચાકુ ઘોંપી દીધું ઈજાગ્રસ્તનું મોત


અમદાવાદ: શહેરમાં મંગળવારે ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા 10માં ધોરણના વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક 15 વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 




આઠ મહીના પછી ફરી એક વખત ગ્યાસપુર ખાતે જંગલ સફારી પાર્ક બનાવવા કોર્પોરેશનની કવાયત શરુ મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચાકુ ઘોંપી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ શાળાથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચાકુનો વાર કર્યો હતો. 


ત્યારબાદ વિદ્યાર્થી લોહી લોહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.સમગ્ર ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે CCTV ફૂટેજ ચેક કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા અમને બનાવ અંગે જાણ કરવામાં આવી નથી. જેથી અમે સ્કૂલને નોટિસ ફટકારી રૂબરૂ હાજર રહી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

Reporter: admin

Related Post