News Portal...

Breaking News :

બિલ ગામમાં રોડ રસ્તા બિસ્માર થતા રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું

2025-08-20 11:30:10
બિલ ગામમાં રોડ રસ્તા બિસ્માર થતા રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું


7 વર્ષથી પાલિકામાં સમાવેશ છતાં વિકાસ વગર – રહીશો નારાજ



વડોદરા શહેરના બિલ ગામમાં રોડ રસ્તા બિસ્માર થતા રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. છ વર્ષથી ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં થયો હોવા છતાં વિકાસ ન થતા નાગરિકોમાં ભારે નારાજગી છે.વડોદરાના બિલ ગામના રહીશોએ આજે રસ્તાઓની બિસ્માર હાલતને કારણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોના આક્ષેપ મુજબ, ગામનો છ વર્ષથી પાલિકામાં સમાવેશ થયો છે છતાં અહીં કોઈ વિકાસ થયો નથી. વિસ્તારમાં વિકાસથી વંચિત રહેતા બિલ ગામના સ્થાનિકો મોટી સંખ્યામાં એકતા થઈને પાલિકા વિરુદ્ધ ઉગ્ર નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા પાલિકાના વિરોધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.



પાલિકા ફક્ત વેરા ઉઘરાવે છે, પરંતુ વિકાસ કાર્યો હાથ ધરતી નથી.
નાગરિકોનું કહેવું છે કે પાલિકા ફક્ત વેરા ઉઘરાવે છે, પરંતુ વિકાસ કાર્યો હાથ ધરતી નથી.સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંના નગરસેવકો તેમની રજુઆત સાંભળતા નથી. જો જલદી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે. નાગરિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ચૂંટણી નજીક આવતાં તેઓ પણ મેદાનમાં ઉતરશે. – દર્પણ પટેલ – પૂર્વ સરપંચ, ભાયલી

Reporter: admin

Related Post