વડોદરા : ધો.12 પછી રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ કોર્સમાં પ્રવેશ માટે સરકારના જીકાસ( ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ પર વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનનો તા.18 માર્ચ, મંગળવારથી પ્રારંભ થવાનો છે
ત્યારે એમ.એસ.યુનિવર્સિટીએ પણ પ્રવેશ કાર્યવાહી માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં રાખીને વિવિધ ફેકલ્ટીઓમાં 18 હેલ્પ સેન્ટર શરૂ કરવાનું નક્કી કર્યું છે. પત્રકાર પરિષદમાં યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે અને રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, આ તમામ હેલ્પ ડેસ્ક પણ તા.18 માર્ચ, મંગળવારથી શરુ થશે.
આ પૈકી પાંચ સેન્ટર કોમર્સમાં અને બે-બે સેન્ટર હોમસાયન્સ તથા સાયન્સ ફેકલ્ટીમાં કાર્યરત કરાશે. બાકીની ફેકલ્ટીઓમાં એક-એક હેલ્પ સેન્ટર રાખવામાં આવ્યા છે. જ્યાં વાલીઓ અને વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશનમાં મદદની સાથે સાથે ફેકલ્ટીઓમાં ચાલતા વિવિધ કોર્સ અને અન્ય તમામ જાણકારી પૂરી પાડવામાં આવશે. રજાના દિવસો સીવાય હેલ્પ સેન્ટર સવારે 11 થી સાંજે પાંચ વાગ્યા સુધી કાર્યરત રહેશે.
Reporter: admin