News Portal...

Breaking News :

પાલડીમાં ફ્લેટમાં અંદાજિત 100 કિલોથી વધુ સોનાનો ખજાનો છુપાવ્યો

2025-03-17 18:14:00
પાલડીમાં ફ્લેટમાં અંદાજિત 100 કિલોથી વધુ સોનાનો ખજાનો છુપાવ્યો


અમદાવાદ : શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા એક બંધ ફ્લેટમાં સોનાનો મોટો જથ્થો અને રોકડ રકમ છુપાવ્યું હોવાની વાત સામે આવી છે. આ અંગે બાતમી મળતા જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.



હાલ આ બંધ ફ્લેટની ચાવી વકીલ પાસે હોવાની જાણ થતા વકીલ પાસેથી બંધ ફ્લેટની ચાવી મંગાવવામાં આવી છે. હવે આ બંધ ફ્લેટનું તાળુ ખૂલ્યા બાદ જ ખબર પડશે કે સોનાનો ખજાનો પોલીસને મળશે કે નહીં. જણાવી દઈએ કે, આ ફ્લેટમાં અંદાજિત 100 કિલોથી વધુ સોનું છુપાવ્યું હોવાની બાતમી એજન્સીઓને મળી છે. હવાલાકાંડ હોવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post